Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દિલ્હીમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીના બંગલા પર તોડફોડ : નેમપ્લેટ- ટ્યૂબલાઈટને નુકશાન પાંચ લોકોની અટકાયત

હિંદુ સેનાના કાર્યકર્તાઓએ ઓવૈસીની ઘર નજીક પ્રદર્શન કરીને તોડફોડ કરી

નવી દિલ્હી :  રાજધાની દિલ્હીના 24 અશોકા રોડ સ્થિત AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના બંગલા પર તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. ત્યા કેટલાક લોકોએ તેમની નેમપ્લેટ અને ટ્યૂબલાઈટને નુકશાન પહોંચાડ્યું છે. નવી દિલ્હીના ડીસીપીના જણાવ્યા પ્રમાણે આ મામલે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આજે સાંજે 4 વાગ્યાની આસપાસ હિંદુ સેનાના કાર્યકર્તાઓએ ઓવૈસીની ઘર નજીક પ્રદર્શન કરીને તોડફોડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કાર્યકર્તા ઓવૈસી દ્વારા આપવામાં આવી રહેલા હિંદૂ વિરોધી નિવેદનથી નારાજ છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસી હિંદૂ વિરોધી નિવેદનો આપીને સતત ચર્ચામાં રહે છે.

(9:42 pm IST)