Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

KBC ૧૩: અમિતાભ બચ્ચન સાથે સ્પર્ધકે કર્યું ફલર્ટ : બિગ બીએ કહ્યું- બંધ કર

મુંબઇ,તા.૨૨: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ સિઝન ૧૩ના શોને હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ સિઝનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો હંમેશા આ શોમાં ખાસ રસ દાખવે છે, પરંતુ આ સિઝનમાં અમિતાભની ખાસ સ્ટાઇલ ચાહકોના દિલને સ્પર્શી રહી છે. આ દરમિયાન શોમાં આવેલી એક સ્પર્ધક અમિતાભ બચ્ચનને પોતાના દિલની વાત કહેતી જોવા મળે છે. જે બાદ અમિતાભ બચ્ચન આ શોને બંધ કરવાની વાત કહે છે.

કેબીસીનો એક પ્રોમો ઇન્ટરનેટર પર વાયરલ થઇ રહ્યો છે, આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન સ્પર્ધક નમ્રતાના વખાણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં બિગ બી કહે છે કે, તમે જે નેકલેસ પહેર્યો છે તે ખૂબ જ સુંદર છે. જે બાદ નમ્રતા કહે છે કે, શું હું તમને અમિતજી કહી શકું? જે અંગે બિગ બી કહે છે, માત્ર અમિત કહો. એટલું જ નહીં, અમિતાભ બચ્ચન આગળ કહે છે કે પ્રોડ્યુસરજી આ કાર્યક્રમ બંધ કરો, મારે નમ્રતાજી સાથે ચા પર જવું છે. કેબીસીનો આ પ્રોમો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આવી જ રીતે KBC 13નો બીજો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. જે અંગે અમિતાભ બચ્ચન પૂછે છે કે, આટલી વખથ ફર્યા પછી ચક્કર નથી આવતા? જેના જવાબમાં તે કહે છે કે, જો આંખો એક જ જગ્યાએ સ્થિર હોય તો ચક્કર આવતા નથી. 

(10:32 am IST)