Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દેશમાં ૧૮૬ દિવસ બાદ સૌથી ઓછા એકિટવ કેસઃ રિકવરી રેટમાં પણ સુધારો

ભારતમાં ૨૪ કલાકમાં નોંધાયા ૨૬૯૬૪ નવા કેસ, ૩૮૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં હાલ કોરોના સંક્રમણની સ્પીડ દ્યટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એકિટવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૧૮૬ દિવસ બાદ આજે સૌથી ઓછા એકિટવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ ૩ લાખ ૧ હજાર એકિટવ કેસ છે. ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓના રિકવરી રેટમાં પણ દ્યણો સુધારો જોવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે.

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૯૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૩૧,૪૯૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૨,૬૫,૧૫,૭૫૪ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૫૭,૫૨૯ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૮૩ હજાર ૭૪૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૧૬૭ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૯૮૯ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૭૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૬૭,૫૪,૨૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૯૨,૩૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૧જ્રાક સપ્ટેમ્બર ૨૦૨૧ના સાંજે રાજયના ૩૧ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જયારે બાકીના નવા કેસ ફકત ૨ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૪, રાજકોટ શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, વલસાડ જિલ્લામાં ૨, ગાંધીનગર શહેરમાં ૧, નવસારી શહેરમાં ૧ કેસ નોંધાયો છે.

(10:57 am IST)