Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વાહનોમાં ક્રેશ ગાર્ડ, તથા બુલ બાર લગાવવા પર મુકાયેલો પ્રતિબંધ દૂર કરવાનો મદ્રાસ હાઇકોર્ટનો ઇન્કાર : સરકાર સમક્ષ રજુઆત કરો : નીતિગત બાબતોમાં અદાલત દખલ કરી શકે નહીં

ચેન્નાઇ : મદ્રાસ હાઈકોર્ટે વાહનોમાં ક્રેશ ગાર્ડ, બુલ બાર લગાવવા પર પ્રતિબંધ દૂર કરવાનો ઇન્કાર કર્યો છે.તથા સરકાર સમક્ષ રજુઆત કરવા ભલામણ કરી છે.

નામદાર કોર્ટે જણાવ્યું છે કે નીતિગત બાબતોમાં અદાલત દખલ કરી શકે નહીં .

મુખ્ય ન્યાયમૂર્તિ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પી.ડી. ઔડીકેસવાલની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે અદાલત આવી નીતિગત બાબતોમાં દખલ કરી શકે નહીં.

કોર્ટ સમક્ષ અરજદારોએ દલીલ કરી હતી કે, આ વધારાની ફિટિંગ વધારાની સુરક્ષા આપવા માટે બનાવાયેલ છે અને તેની કથિત ખરાબ અસરોને ટેકો આપવા માટે કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી.
કોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે ક્રેશ ગાર્ડ ધરાવતા મોટા વાહનો ઘણીવાર રસ્તા પર માતેલા સાંઢની જેમ વર્તે છે.

બેન્ચે ઉમેર્યું હતું કે તેનો આદેશ ક્રેશ ગાર્ડના ઉત્પાદકોને આ મુદ્દે કેન્દ્ર સરકારને કોઈ રજૂઆત મોકલતા અટકાવશે નહીં. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:17 am IST)