Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

NDAની પરિક્ષામાં આ જ વર્ષે મહિલાને સામેલ કરોઃ સુપ્રીમ

કેન્દ્ર સરકારે ૬ મહિનાનો સમય માગ્યો હતોઃ કોર્ટે ફગાવ્યો

નવી દિલ્હી, તા.૨૨: સુ્પ્રિમ કોર્ટે NDAના પરીક્ષામાં મહિલાઓને શામેલ કરવા માટે કેન્દ્રને આદેશ આપ્યો છે. સરકાર દ્વારા ૬ મહિનાનો સમય માગવામાં આવ્યો હતો જે સમય કોર્ટે ન આપી નવેમ્બરમાંજ મહિલાઓને પરીક્ષામાં શામેલ કરવા આદેશ આપ્યા છે.

નેશનલ ડિપેન્સ એકેડમી (NDA) દ્વારા મહિલાઓને સેનામાં ભરતી કરવાને લઈનેસુપ્રિમ કોર્ટદ્વારામોટો નિર્ણયલેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી નીતિઓ લાગૂ કરવા માટે અમુક સમય માગવામાં આવ્યો હતો. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે મહિલાઓ પરીક્ષામાં શામેલ નહી થઈ શકે.

જોકે આ સમગ્ર મામલે સુપ્રિમકોર્ટ દ્વારા ના પાડી દેવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો છે કે સરકાર આ વર્ષે મહિલાઓની પરિક્ષામાં શામેલ કરવામાં આવે. આપને જણાવી દઈએ આ વર્ષે નવેમ્બરમાં NDAના પરીક્ષા યોજાવાની છે.

રકાર દ્વારા એવું કહેવામાં આવ્યુ હતું કે આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં મે મહિના સુધીમાં મહિલાઓને પરિક્ષામાં શામેલ કરવામાં આવશે. જોકે કોર્ટ દ્વારા સરકારની આ માગ માનવામાં ન આવી અને આ વર્ષેજ મહિલાઓને પરીક્ષામાં શામેલ કરવા આદેશ આપ્યો છે. સાથેજ નવી નીતિઓ લાગૂ કરવા સરકારે જે ૬ મહિનાનો સમય માગ્યો હતો તે પણ આપવાની ના પાડી દીધી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સુ્પ્રિમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સેના દરેક કામ તાત્કાલીક કરતી હોય છે. સાથેજ કોર્ટે કહ્યું કે અમે પહેલાજ આદેશ આપ્યો હતો કે મહિલાઓને નવેમ્બરમાં પરીક્ષામાં સામેલ કરવામાં આવે. જેથી હવે મહિલાઓને એવું ન કહી શકાય કે તમે ૬ મહિના રાહ જુઓ.

(3:13 pm IST)