Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

લંડનમાં રવિન્દ્રનાથ ટાગોર અને ગીતાંજલિ સાથે જોડાયેલું મકાન વેચાશેઃ હેથ વિલાની કિંમત ૨૭.૩ કરોડ નકકી કરાઈ

૧૦૯ વર્ષ પહેલા બ્રિટન પ્રવાસ દરમિયાન આ મકાનમાં જ રહયા હતા ગુરૂદેવ

લંડન, તા. ૨૨: નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૧૨માં બ્રિટન પ્રવાસ દરમિયાન ઉત્તરી લંડનના જે હેથ વીલામાં તેમની કવિતા સંગ્રહ ૅગીતાંજલિૅનો અનુવાદ કર્યો હતો તે વિલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ટાગોર ૧૯૧૨માં હેમ્પસટેડ હેથના આ મકાનમાં રહ્યા હતા.

સંપત્તિઓના ખરીદ વેચાણના વ્યવસાય સાથે જોડાયેલી કંપની ગોલ્ડસ્મિથ એન્ડ હોલેન્ડના નિદેશક ફિલિપ ગ્રીને જણાવ્યું કે, આ ખાસ મકાન લંડનના શાનદાર વિસ્તારમાં છે. ઇમારતના ઐતિહાસિક મહત્વને જાણવામાં આવ્યું. હેથના નૈસર્ગીક સૌંદર્યના કારણે પણ લોકો તેમાં દિલચસ્પી બતાવી રહ્યા છે. મકાનના વેચાણની માહિતી ઓનલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભારત માટે ઐતિહાસિક મહત્વવાળી આ ઇમારતની કિંમત ૨,૬૯૯,૫૦૦ ડોલર ( ૨૭.૩ કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. જે આ લોકેશનના પ્રમાણમાં વધુ નથી.

 બીજા કેટલાક ભવનો પર ભારતીય નામ

ઇમારત ઉપર લાગેલી બ્લુ પટ્ટીમાં લખ્યું છે કે, અહીં ભારતીય કવિ  રવિન્દ્રનાથ ટાગોર રહેતા હતા. લંડનમાં બીજી કેટલીક ઇમારતો પર પણ ભારતીય લોકોનાનામ લખેલી પટ્ટી જોવા મળે છે. જેમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, અરબિંદો, બાલ ગંગાધર તિલક, વી.ડી, સાવરકર અને વી.કે. કૃષ્ણા મેનન શામેલ છે.

 મમતા ઇચ્છતા હતા કે સંગ્રહાલય બને

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વર્ષ ૨૦૧૫ ને ૨૦૧૭માં લંડનમાં ભારતીય ઉચ્ચાયોગને બંગાળની સરકાર વતી હેથ વિલાને હસ્તક કરી ત્યાં સંગ્રહાલય બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. લંડનમાં ભારતીય ઉચ્ચાયોગે કહ્યું હતું કે, તેમને પશ્ચિમ બંગાળ સરકારની આ સંપત્તિમાં રૂચિ અંગેની જાણકારી નથી.

(3:15 pm IST)