Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ઝારખંડ, રાજસ્થાન પછી મધ્ય પ્રદેશના પ્રવાસે સંઘ પ્રમુખ ભાગવત

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત બે દિવસના પ્રવાસે  મંગળવારે ઇન્દોર પહોંચ્યો છે જયાં તેઓ સમાજના વિવિધ તબકકાના લોકો સાથે મુલાકાત કરશે. સંઘના એક સ્થાનીક હોદેદારે  જણાવ્યું કે કોરોના અંગે બહાર પડાયેલ સરકારી દિશા નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસમાં ભાગવતનો ના તો કોઇ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ના તો તેઓ કોઇ મોટી મીટીંગમાં સામેલ થશે.

તેમણે જણાવ્યું કે સંઘ પ્રમુખ ઇંદોરના કેટલાક પ્રબુધ્ધ લોકો સાથે મુલાકાત કરશે, આ સાથે જ તેઓ શહેરના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ અને યુવા એન્ટરપ્રીનીયરો સાથે ચર્ચા કરશે પશ્ચિમ મધ્યપ્રદેશમાં આવેલ ઇંદોરને સંઘનો મજબુતગઢ માનવામાં આવે છે.

(3:18 pm IST)