Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મેડમ પ્લીઝ છૂટાછેડા અપાવો ! ઘરવાળી ન્હાતી નથીઃ આખા શરીરમાંથી ગંધ આવે છેઃ હું આની સાથે રહી શકું નહીં

પતિએ પત્નિનીથી છૂટાછેડા લેવા માટે હાથ જોડયા

લખનૌ, તા.૨૨: ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક મુસ્લિમ દંપતિ અજીબોગરીબ કારણથી છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા. મામલો વુમન પ્રોટેકશન સેલ સુધી આવ્યો હતો. બંનેને જોડી રાખવા માટે અને તેમના લગ્નને બચાવવા માટે કાઉંસલિંગ કરવામાં આવી રહ્યુ છે. કાઉંસલિંગ દરમિયાન તે સમયે સૌ કોઈ અચંબિત થઈ ગયા, જયારે પતિએ પત્નીથી છૂટાછેડા લેવા માટે હાથ જોડ્યા. પતિએ સૌ કોઈની સામે જણાવ્યુ કે, તેની ઘરવાળી નહાતી ન હોવાના કારણે તે છૂટાછેડા લઈ રહ્યો છે. પતિએ કાઉંસિલરને કહ્યું- મેડમ મારી પત્ની નહાતી નથી, હું તેની સાથે ન રહી શકું. પ્લીઝ મને છૂટાછેડા આપો.

આ મામલો અલીગઢના ચંડૌસ વિસ્તારનો છે. કહેવાય છે કે, બે વર્ષ પહેલા ચંડૌસના યુવાને કવાર્સી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શરૂઆતમાં તો બધુ બરાબર ચાલતુ હતું. પણ થોડા સમયમાં ઝદ્યડા અને બોલાચાલી શરૂ થઈ ગઈ. બંને એકબીજાની આદત અને રહેણીકહેણીથી વાકેફ થયાં. આ તમામની વચ્ચે નવ મહિના પહેલા બંનેને એક સંતાન પણ થયું. તેમ છતાં પણ ઝદ્યડા રોકાયા નહીં. દ્યરમાં તૂ તૂ મેં મેં વધી ગઈ અને મામલો પોલીસ વુમન પ્રોટેકશન સુધી પહોંચ્યો. અહીં કાઉંસિલરે બંનેને સમજાવાની કોશિશ કરી. ત્યારે આ તમામની વચ્ચે પતિ, પત્ની ન્હાતી ન હોવાના કારણે છૂટાછેડા અપાવાની વાત કહી છે.તેણે છૂટાછેડા અપાવાની માગ કરી છે. તે સાથે રહેવા માગતો નથી. આ બાજૂ પત્ની તરફથી આરોપ લગાવામાં આવ્યો છે કે, આ એકદમ ખોટી વાત છે. તેને આગળ ધરીને મને હેરાન કરી રહ્યો છે.બે વર્ષ પહેલા મસૌઢી વિસ્તારમાં આવેલા આવો જ એક કેસ મહિલા આયોગ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં પત્નીએ પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. દ્યરેલૂ હિંસાની આ ફરિયાદ પર મહિલા આયોગે પતિને નોટિસ મોકલીને પોલીસ સ્ટેશન હાજર કર્યો હતો. ત્યારે પતિએ મહિલા આયોગ સામે જણાવ્યુ હતું કે, તેની ઘરવાળી દરરોજ નહાતી નથી. આ વાતને લઈને બંને વચ્ચે મોટા ભાગે ઝદ્યડા થાય છે. આ બાજૂ પત્નિનું કહેવુ છે કે, તે પિયરમાં પણ આવી હતી. મહિલા આયોગે પત્નીની આ આદતને એક મહિનામાં સુધારો કરવા આદેશ આપ્યો હતો. તથા પતિને પણ શિખામણ આપી હતી કે, તેની દ્યરવાળી સાથે મારપીટ કરશે નહીં. તેને પ્રેમથી સમજાવજો.

(3:57 pm IST)