Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પોર્ન ફિલ્મ કેસ : ગેહાના વસિષ્ઠના આગોતરા જામીન નામંજૂર કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક : વસિષ્ઠને જરૂર પડ્યે તપાસમાં જોડાવું પડશે તેવી શરત સાથે આગોતરા જામીન મંજુર

ન્યુદિલ્હી : પોર્ન ફિલ્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ગેહાના વસિષ્ઠના આગોતરા જામીન નામંજૂર કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. સાથોસાથ શરત મૂકી છે કે વસિષ્ઠે જરૂર પડ્યે તપાસમાં જોડાવું પડશે .

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને બીઆર ગવઈની ખંડપીઠે આદેશ આપ્યો કે ત્રીજી એફઆઈઆરમાં વસિષ્ઠની ધરપકડ ન થાય અને જ્યારે જરૂર પડે ત્યારે તે તપાસમાં જોડાય.

વસિષ્ઠ માટે વકીલ અજીત વાઘએ  દલીલ કરી હતી કે
ગેહાના 133 દિવસથી કસ્ટડીમાં છે. પ્રથમ એફઆઈઆરમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સામગ્રી બધી સમાન છે .

વસિષ્ઠે ભારતીય દંડ સંહિતાની કલમ 354C (મહિલાની નમ્રતાનો ભંગ), 292 અને 293 (અશ્લીલ સામગ્રીનું વેચાણ) હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ધરપકડસામે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

પોલિસ ફિલ્મોના ડિરેક્ટર તરીકે કથિત રીતે વસિષ્ઠે મહિલાઓને "અશ્લીલ ફિલ્મ વિડીયો" માં અભિનય કરવા માટે ધમકી આપી, દબાણ કર્યું અને લલચાવ્યાની ફરિયાદ નોંધાયા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જેના આધારે 7 સપ્ટેમ્બરના રોજ વસિષ્ઠે હાઇકોર્ટેમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે હાઇકોર્ટે ફગાવી દીધી હતી.તેથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:08 pm IST)