Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પ્રત્યેક કોવિડ -19 મૃત્યુ માટે રાજ્યો દ્વારા 50,000 રૂપિયા એક્સ ગ્રેશિયા તરીકે ચુકવવામાં આવશે : આ સહાય રાજ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી ચુકવશે : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું

ન્યુદિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રત્યેક કોવિડ -19 મૃત્યુ માટે રાજ્યો દ્વારા 50,000 રૂપિયા એક્સ ગ્રેશિયા તરીકે ચુકવવામાં આવશે .આ સહાય રાજ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી ચુકવશે .

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા ભલામણ કરાયેલી રૂપિયા 50,000 ની આ વળતરની રકમ માટે લાયક વ્યક્તિઓમાં રાહત કામગીરી અને સજ્જતા પ્રવૃત્તિઓમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોનો સમાવેશ થશે, મૃત્યુનું કારણ COVID-19 તરીકે પ્રમાણિત કરવામાં આવશે.

NDMA એ જણાવ્યું છે કે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મૃતકોના પરિવારને ભંડોળનું વિતરણ કરશે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ -19 મૃત્યુ તરીકે મૃત્યુના પ્રમાણપત્ર અંગેની ફરિયાદના કિસ્સામાં, જિલ્લા સ્તરે એક સમિતિ સુધારેલા મૃત્યુ પ્રમાણપત્રો આપવા સહિત ઉપચારાત્મક પગલાં સૂચવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:25 pm IST)