Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

એમેઝોન કંપનીએ ચુકવેલ 8,564 કરોડની લીગલ ફી મુદ્દે કૉંગ્રેસે લગાવ્યા લાંચના આરોપો: ઉઠાવ્યા સવાલ

ભારત અને અમેરિકા બંનેમાં, લાંચ આપવી અથવા લોબિંગ કરવું ગેરકાયદેસર છે. તો પછી આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી?

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર અમેઝોન કંપનીના મામલાને લઇને મોટો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ વિદેશી ઈ-કોમર્સ કંપની દ્વારા  છેલ્લા બે વર્ષમાં ભારત સરકારને, 8,546 કરોડની કાનૂની ફી ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ  મુદ્દાને લગતા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા અને કેન્દ્રને  જવાબ આપવા કહ્યું.

કયા અધિકારી અને નેતાને, 8,546 કરોડ રૂપિયાની આ લાંચ મળી?

2. શું મોદી સરકારને કાયદા અને નિયમો બદલવા માટે આ લાંચ આપવામાં આવી હતી જેથી નાના દુકાનદારો અને ઉદ્યોગોનો વેપાર બંધ કરીને એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓનો ધંધો ચલાવી શકાય?

3. એમેઝોનની આ છ ન કંપનીઓના આંતરિક સંબંધો શું છે જેમણે આ લાંચ આપી છે? આ કંપનીઓ સાથે વ્યાપારી સંબંધો ધરાવતી કંપનીઓ કોણ છે જેમને આ રકમ આપવામાં આવી છે?

ભારત અને અમેરિકા બંનેમાં, લાંચ આપવી અથવા લોબિંગ કરવું ગેરકાયદેસર છે. તો પછી આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી?

5. ₹ 8,546 કરોડની આ લાંચ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન નથી?

6. પીએમ મોદી આ બાબતે શા માટે ચૂપ છે? શું તે આ બાબતની તપાસ કરવાનું કહેશે?

7. શું આ મુદ્દાની તપાસ સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ દ્વારા ન થવી જોઈએ?

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 14 કરોડ રોજગાર ખતમ થઇ ગયા. દુકાનદાર, નાના ઉદ્યોગ, યુવા બધાનો બિઝનેસ ચોપટ થઇ ગયો. હવે આ સનસનીખેજ ખુલાસાથી સ્પષ્ટ થઇ ગયું કે આ નોકરી કોણ ખાઇ રહ્યું છે. ચોંકાવનાર તથ્ય સામે આવ્યા છે કે વિદેશી કંપની અમેઝોને ભારતમાં કાનૂની ફી ના નામ પર 8546 કરોડ રૂપિયા ભુગતાન કર્યા. આ ભુગતાન કોને કરવામાં આવ્યા? હવે એ સામે આવી ગયું કે તથાકથિત રીતે રિશ્વતના રૂપમાં લેવામાં આવ્યા છે.

(7:51 pm IST)