Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અફઘાનથી ૭ મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ

હજારો મહિલાઓએ અફઘાનિસ્તાન છોડ્યું : આ ખેલાડીઓની ઓળખ છતી નથી કરાઈ, કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશન પણ પુરૃં થઈ ગયું

મેલબોર્ન, તા.૨૨ : અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હજારો મહિલાઓ દેશ છોડી ચુકી છે. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનની ફૂટબોલ ટીમની મહિલા ખેલાડીઓ પાકિસ્તાન પહોંચી ગઈ હોવાના અહેવાલો આવ્યા હતા. હવે તાઈક્વાંડો રમત( એક પ્રકારની માર્શલ આર્ટ)ની સાત મહિલા ખેલાડીઓ પણ અફઘાનિસ્તાન છોડીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. આ ખેલાડીઓની ઓળખ છતી કરવામાં આવી નથી પણ આ મહિલા ખેલાડીઓ અંગે ઓસ્ટ્રેલિયાના તાઈક્વાંડો સંઘના હોદ્દેદાર હીથર ગેરિયોકે કહ્યુ હતુ કે, ખેલાડીઓનુ કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશન પણ પુરૂ થઈ ગયુ છે. આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે ઓસ્ટ્રેલિયાની સરકારે પણ મદદ કરી હતી. અમને ખુશી છે કે, આ ખેલાડીઓ હવે સુરક્ષિત છે. આ ખેલાડીઓની પૈકીની એક ખેલાડીએ પણ કહ્યુ હતુ કે, અમને અફઘાનિસ્તાન છોડવા માટે મદદ કરનારા તમામ પક્ષોનો આભાર. ઓસ્ટ્રેલિયામાં અમે સુરક્ષિત છે.

(8:17 pm IST)