Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

હવે બિહારમાં ગૂંજશે સક્કર બાગના 6 સિંહોની ડણક : બદલામાં કેવડિયા સફારી માટે મળશે 'ખાસ મહેમાન'

સરકારના પ્રાણીઓનાં આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ જુનાગઢ ઝૂમાંથી 6 જેટલા સિંહોને પટણા ઝૂમાં મોકલાયા : ગેંડો કેવડીયા ખાતે લવાશે

જુનાગઢ સક્કર બાગ ઝૂમાંથી 6 સિંહોને પટણા ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી ભારતીય પ્રજાતિનો ગેંડો કેવડીયા ખાતે લાવવામાં આવશે. સરકારના પ્રાણીઓનાં આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ જુનાગઢ ઝૂમાંથી 6 જેટલા સિંહોને પટણા ઝૂમાં મોકલવામાં આવ્યા છે.

  એક ઝૂમાંથી બીજા ઝૂમાં પ્રાણીઓ અથવા પક્ષીઓને મોકલવાનો કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે જેને લઇ ભારતના અન્ય ઝૂ માં પ્રાણીઓ ની વિવિધ પ્રજાતિ પ્રવાસીઓ નિહાળી શકે. ભારતનું એક માત્ર જtનાગઢ સક્કર બાગ ઝૂમાં એશિયાટિક સિંહોનું સંવર્ધન કેન્દ્ર છેઅહી થી બીજા ઝૂમાં સિંહો મોકલી ત્યાંથી ગુજરાતમાં જે પ્રાણીઓ જોવા મળતા ના હોય તેને લાવવામાં આવે છે

ગત 16 તારીખ ના રોજ જુનાગઢ સક્કર બાગ ઝૂમાંથી 2 નર અને 4 માદાને પટણા ઝૂમાં મોકલવામાં આવ્યા છે અને તેને બદલે કેવડીયા સફારી પાર્ક માટે ભારતીય પ્રજાતિનો ગેંડો ત્યાં લાવવામાં આવશે

(10:34 pm IST)