Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યુક્રેનના ચાર ભાગોને જોડવા તૈયારી :પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો

રશિયા શુક્રવારથી આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરશે : યુક્રેન અને તેના સહયોગી દેશોએ આ જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવીને રશિયા પર નિશાન સાધ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પુતિનની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રશિયા યુક્રેનના ચાર ભાગોને જોડવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે રશિયા શુક્રવારથી આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરવા જઈ રહ્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકો 23-27 સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો મત આપી શકશે. બીજી તરફ યુક્રેન અને તેના સહયોગી દેશોએ આ જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવીને રશિયા પર નિશાન સાધ્યું છે

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં આંશિક રીતે સેના તૈનાત કરવાનો આદેશ કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ કરવા અને નબળા પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ દેશોએ હદ વટાવી દીધી છે. એટલું જ નહીં, પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જો રશિયાની પ્રાદેશિક અખંડિતતાને જોખમ થશે તો તેઓ રશિયા પાસે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. પુતિને કહ્યું કે આ ચેતવણીને હળવાશથી લેવાની ભૂલ ન કરવામાં આવે.

રશિયા યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખુરાસાન અને ઝાપોરિઝ્ઝિયાને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને આ વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવવાનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે યુક્રેનનું લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (LPR) આઝાદ થઈ ગયું ચે અને ડોનેત્સ્ક પીપુલ્સ રિપબ્લિક (DPR)ને પણ આંશિક રીતે મુક્ત કરી દેવાયુ છે. આ દરમિયાન રશિયાના રક્ષામંત્રીએ જણાવ્યુ કે દેશમાં 3,00,000 રિઝર્વ સૈનિકોને તૈનાત કરવામાં આવશે.

(11:34 pm IST)