Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા:એક કલાક સુધી ચાલી બેઠક:અનેકવિધ ચર્ચા

અદાણી અને ઉદ્ધવ વચ્ચે આ મુલાકાત ત્યારે થઈ જ્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. તેમજ વેદાંતા ફોક્સકોન પ્રોજેક્ટ ગુજરાત પાસે ગયો છે

મુંબઈ : જાણીતા ઉદ્યોગપતિ અને દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. ગૌતમ અદાણી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રી ગયા હતા અને તેમને મળ્યા હતા.

આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ બપોરે એક કલાક ચાલેલી આ બેઠકમાં શું થયું તે જાણવા માટે લોકો ઉત્સુક છે. અદાણી અને ઉદ્ધવ વચ્ચે આ મુલાકાત ત્યારે થઈ જ્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. તેમજ વેદાંતા ફોક્સકોન પ્રોજેક્ટ ગુજરાત પાસે ગયો છે.

આ બેઠકનો માત્ર સમય જ મહત્વપૂર્ણ નથી, તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ગૌતમ અદાણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વની ખૂબ નજીક છે, જ્યારે આજની તારીખમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના શિંદેના બળવા માટે ભાજપને જવાબદાર ગણાવી રહી છે. પાર્ટીને તોડવાથી દિલ્હી નેતૃત્વથી ખૂબ નારાજ છે. આવી પરિસ્થિતિમાં ગૌતમ અદાણીની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત અનેક સવાલો ઉભા કરે છે.

બીજી નોંધનીય બાબત એ છે કે જે સમયે ગૌતમ અદાણી ઉદ્ધવ ઠાકરેને મળી રહ્યા હતા. તેના થોડા સમય પહેલા આદિત્ય ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેને વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટ ગુજરાતમાં જતો રહેવા માટે શિંદે સરકારને જવાબદાર ગણાવી એટલું જ નહીં, પણ અન્ય એક મોટો સવાલ પણ ઉઠાવ્યો કે મુંબઈના વર્સોવા-બાંદ્રા સી-લિંક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો હતો. તે કંપનીને આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે એન્જીનિયરો અને કર્મચારીઓની ભરતી ઈન્ટરવ્યુનું ચેન્નાઈમાં કેમ આયોજન કર્યું? એટલે કે મુંબઈના પ્રોજેક્ટ માટે મુંબઈ બહારના લોકોને કામ આપવાનું આ એક કાવતરું છે.

મુંબઈમાં ગૌતમ અદાણી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા, પરંતુ મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારને પણ મળ્યા હતા. અદાણીની આ રાજકીય બેઠકોને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. પરંતુ આ બેઠકનું કારણ ઓફિશિયલ રીતે આપવામાં આવ્યું નથી. જેના કારણે લાંબા સમયથી ચર્ચાનો ચાલી રહી છે.

(12:40 am IST)