Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જેટ એરવેઝ, કિંગ ફિશ પછી હવે સ્‍પાઇસ જેટ પણ નાદારીના પંથે ?

એરલાઇન્‍સ છેલ્લા ચાર વર્ષથી સતત ખોટમાં ચાલી રહી છે

નવી દિલ્‍હી,તા.૨૨: એરલાઇન્‍સ કંપની સ્‍પાઇસજેટે આશરે ૮૦ પાઇલટ્‍સને ત્રણ મહિના માટે વગર પગારે રજા પર મોકલી દીધા છે. એરલાઇન્‍સે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે. એરલાઇન્‍સ છેલ્લાં ચાર વર્ષથી સતત ખોટમાં ચાલી રહી છે. DGCAના આદેશ પછી જુલાઈથી એરલાઇન્‍સ ૫૦ ટકાથી ઓછી ફલાઇટ્‍સ ઓપરેટ કરી રહી છે.

એરલાઇન્‍સ પાસે હાલ ૯૦ ફલાઇટ્‍સ છે, પણ હાલ માત્ર ૫૦ એરલાઇન્‍સ પ્રતિદિન ઓપરેટ કરી રહી છે. અહેવાલો મુજબ સ્‍પાઇસજેટે B737 એરક્રાફટના ૪૦ અને Q400ના ૪૦ પાઇલટ્‍સને ત્રણ મહિના માટે રજા પર મોકલી દીધા છે અને આ ત્રણ મહિના આ પાઇલટ્‍સને પગાર નહીં ચૂકવવામાં આવે.

એરલાઇન્‍સે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં B737 MAX એરક્રાફટના ગ્રાઇન્‍ડિંગ બાદ એરલાઇન્‍સે ૩૦ એરક્રાફટને સામેલ કર્યા હતા, પણ B737 MAXને સતત ગ્રાઉન્‍ડિંગથી એરલાઇન્‍સમાં પાઇલટ્‍સની સંખ્‍યા વધી ગઈ હતી. ખર્ચ ઘટાડવાના હેતુથી હવે પાઇલટ્‍સને રજા પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જોકે એરલાઇન્‍સે જણાવ્‍યું હતું કે કંપનીએ કોઈ પણ કર્મચારીની છટણી નથી કરી, જે એની નીતિ આધારિત નિર્ણય છે. કંપનીએ આ નીતિનું પાલન કોરોના રોગચાળામાં પણ કર્યું હતું.

કંપની ટૂંક સમયમાં પ્‍ખ્‍હ્‍ એરક્રાફટને સામેલ કરશે, જે પછી આ પાઇલટ્‍સને કામ પર એ પરત બોલાવી લેશે. એરલાઇન્‍સે વર્ષ ૨૦૨૧-૨૨મા઼ રૂ. ૧૭૨૫ કરોડનું નકસાન નોંધાવ્‍યું હતું, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૯૯૮ કરોડ હતું. કંપનીના સર્વર પર મેમાં થયેલા રેન્‍સમવેર અટેક થયો હતો, જેથી કંપની માર્ચ ત્રિમાસિક અને જૂન ત્રિમાસિક પરિણામો ટાળવા પડ્‍યાં હતાં. કંપનીના કર્મચારીઓ કોરોના રોગચાળાના પહેલાંના પગારે ઓછા પૈસે કામ કરી રહ્યા છે.

(10:20 am IST)