Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

નાસિકમાં ૮ મહિનાનું બાળક ગળી ગયું નેઇલ કટર : ડોકટરોએ બચાવ્‍યો જીવ

નાસિક,તા.૨૨: મહારાષ્ટ્રના નાસિકમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં નાસિક રોડ વિસ્‍તારમાં આઠ મહિનાનું બાળક નેઇલ કટર ગળી ગયું હોવાની માહિતી મળી છે.

બાળક નેઇલ કટર ગળી ગયા બાદ પરિવાર તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઇ આવ્‍યો હતો, જયાં તબીબે તાત્‍કાલિક બાળકની સર્જરી કરીને નેઇલ કટર કાઢીને તેને નવું જીવન આપ્‍યું હતું. હાલમાં બાળકના જીવને કોઈ જોખમ નથી.

નાશિક રોડ વિસ્‍તારમાં રહેતા શિંદે પરિવારનો આઠ મહિનાનો પુત્ર આશિષ શિંદે ૧૯ સપ્‍ટેમ્‍બરે બપોરે ૩ વાગ્‍યે ઘરે રમતા રમતા નેઇલ કટર ગળી ગયો હતો. જયારે તેની માતાએ જોયું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, ત્‍યારે તેના પરિવારના સભ્‍યોએ તેને તાત્‍કાલિક નાસિકના અડગાંવ વિસ્‍તારની મેડિકલ કોલેજમાં દાખલ કર્યો.

જયારે ડોક્‍ટરોએ બાળકની તપાસ કરી તો જાણવા મળ્‍યું કે તેણે નેઇલ કટર ગળી લીધું હતું. ડોક્‍ટરોએ તરત જ તેની સર્જરી કરી નેઈલ કટર બહાર કાઢ્‍યું. ડોક્‍ટરે આ ઘટના વિશે જણાવ્‍યું કે બાળકની હાલત અત્‍યારે ઠીક છે અને તેને કોઈ ઈજા થઈ નથી. આવું પહેલા પણ બન્‍યું છે.

(10:21 am IST)