Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કર્ણાટકમાં છળકપટથી ધર્મ પરિવર્તન કરાવનારને ૨૫૦૦૦નો દંડ : ૫ વર્ષની જેલની સજા પણ થશે

વિધાનસભામાં ખરડો પસાર : કોંગ્રેસનો વોકઆઉટ : SC-ST સાથે આવું કરનારને ૫૦,૦૦૦નો દંડ : ૩ થી ૧૦ વર્ષની જેલ

બેંગ્‍લુરૂ તા. ૨૨ : કર્ણાટક વિધાનસભામાં ધર્માતરણ વિરોધી વિધેયક પાસ થઇ ગયું છે વિપક્ષી દળ કોંગ્રેસે તેનો વિરોધ કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.ગયા સપ્તાહે ૧૫ સપ્‍ટેમ્‍બરે આ બિલને મામૂલી સંશોધનની સાથે વિધાન પરિષદમાં પણ પસાર કરવામાં આવ્‍યું છે. અગાઉ કર્ણાટકના ગૃહમંત્રી રાગ જ્ઞાનેન્‍દ્રએ વિધાનસભામાં ધર્મની સ્‍વતંત્રતાના અધિકારોનું કર્ણાટક સંરક્ષણ વિધેયક ૨૦૨૨ને રજૂ કર્યું. રાજયપાલની મંજૂરી બાદ આ બિલ અમલમાં આવશે.ᅠ
આ બિલ મુજબ જો કોઈ કપટપૂર્ણ રીતે એક ધર્મથી બીજા ધર્મમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરે છે તો તેમાં ૨૫ હજારના દંડની સાથે પાંચ વર્ષની સજા થશે. એસસી- એસટી ધર્માંતરણ કરતા લોકોને ત્રણથી ૧૦ વર્ષની સજા અને વધુમાં વધુ ૫૦ હજારનો દંડ ભરવો પડશે. ધર્માંતરણ કરતા ગુનેગારોને ત્રણથી ૧૦ વર્ષની સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
વિધાનસભામાં કોંગ્રેસ નેતા યુટી ખાદરે કહ્યું કે તમામ લોકો બળજબરીથી ધર્માતરણ કરવાનો વિરોધ કરે છે.આ વિધેયકને લાવવાનો ઈરાદો યોગ્‍ય નથી. તે રાજનીતિથી પ્રેરિત, ગેરકાયદેસર અને અસંવૈધાનિક છે. તેને કોર્ટમાં પડકારવામાં આવશે. ત્‍યારબાદ કોર્ટ તેના પર સ્‍ટે આપશે અથવા તેને ખતમ કરશે. કોંગ્રેસ વિધાયક શિવાનંદ પાટીલે કહ્યું કે તેનાથી દુરૂપયોગ થવાની પુરી આશંકા છે. તેનાથી લોકોનું ઉત્‍પીડન પણ થશે.

 

(11:24 am IST)