Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

બાળપણથી જીવન શૈલી, ખોરાક, પાર્યવરણ અને કૃમિ કેન્‍સરનું કારણ : ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો બને છે શિકાર

બ્રિધમ એન્‍ડ વિમેન્‍સ હોસ્‍પિટલ અને હાર્વડ યુનિ.ના રિપોર્ટમાં ૧૯૯૦ બાદ જન્‍મેલા લોકોમાં જોખમ વધુ

નવી દિલ્‍હી,તા.૨૨ : પહેલાં એવી ધારણા હતી કે મોટી ઉંમરના લોકોને કેન્‍સર થાય છે, પરંતુ હાલમાં જ બ્રિઘમ એન્‍ડ વિમેન્‍સ હોસ્‍પિટલ અને હાર્વર્ડ યુનિવર્સિટીના રિપોર્ટોમાં ખુલાસો થયો છે કે, ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કેન્‍સરનું જોખમ સતત વધી રહ્યુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યુ કે ૧૯૯૦ પછી જન્‍મેલા લોકોમાં ૧૯૭૦માં જન્‍મેલા લોકોની સરખામણીએ જોખમ વધુ રહે છે. એટલે કે નવા લોકોમાં કેન્‍સર થવાનું જોખમ વધી રહ્યુ છે.

 સામાન્‍ય રીતે ગુટખા, ધૂમ્રપાન, દારૂ અને પ્રદૂષણ જેવી વસ્‍તુઓને કેન્‍સરનું કારણ માનવામાં આવે છે, પરંતુ નવા સંશોધન મુજબ બાળપણથી લઈને અત્‍યાર સુધીની તમારી જીવનશૈલી પણ કેન્‍સર માટે જવાબદાર છે. કેન્‍સરના મુખ્‍ય કારણોમાં ખોરાક, જીવનશૈલી, પર્યાવરણ અને આપણા પેટમાં રહેતા કળમિ (માઈક્રોબાયોમ)નો સમાવેશ થાય છે.

 સ્‍થૂળતા પણ કેન્‍સરનું મુખ્‍ય કારણ છે. નાનપણથી મેદસ્‍વિતાનો શિકાર રહેલાં લોકોમાં કેન્‍સરનું જોખમ વધારે રહે છે.

 પોષણનો અભાવ પણ કેન્‍સરનું મુખ્‍ય કારણ છે. જો સગર્ભાસ્ત્રીમાં પોષણની કમી હોય તો તેના બાળકમાં કેન્‍સરનું જોખમ વધી જાય છે.

 ધૂમ્રપાન ઉપરાંત પર્યાવરણ, રોજિંદા ડાયટ અને લાઈફસ્‍ટાઈલ પણ કેન્‍સરનું કારણ બને છે.

 બ્રિઘમ અને વિમેન્‍સ હોસ્‍પિટલ અને હાર્વર્ડ યુનિવર્સિટીના અહેવાલો પરથી જાણવા મળ્‍યું છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કેન્‍સરના જનીનો અલગ-અલગ જોવા મળે છે. તેની અસર પણ અલગ છે. ૫૦ વર્ષની ઉંમરે કેન્‍સર થાય ત્‍યારે તે વધુ નુકસાનકારક હોય છે. નવી પેઢીઓને કેન્‍સરનું જોખમ વધારે છે. બ્રિઘમ અને વિમેન્‍સ હોસ્‍પિટલ અને હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૪ -કારના કેન્‍સર પર સંશોધન કર્યુ છે. જેમાં જુદા જુદા કારણો સામે આવ્‍યા છે.  સંશોધકોએ જણાવેલ કે, જો તમારે કેન્‍સરથી બચવું હોય તો શરૂઆતથી જ સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવાની જરૂર છે. 

(11:39 am IST)