Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોંગ્રેસ અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી પાર્ટીએ જાહેરનામુ બહાર પાડયુ

નોમિનેશન, મતદાન અને પરિણામોની તારીખોની જાહેરાત કરી

નવી દિલ્‍હી, તા.૨૨: કોંગ્રેસ અધ્‍યક્ષ પદની ચૂંટણી માટે ગુરુવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું હતું અને તેની સાથે ઔપચારિક રીતે એવા વ્‍યક્‍તિની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ હતી જે દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્‍ચ પદ સંભાળશે.

પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિષાીની આગેવાની હેઠળની સેન્‍ટ્રલ ઇલેક્‍શન ઓથોરિટી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું હતું.

કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્‍યા બાદ ૨૪ થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ૮ ઓક્‍ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્‍સામાં ૧૭ ઓક્‍ટોબરે મતદાન થશે અને ૧૯ ઓક્‍ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

બુધવારે નોટિફિકેશન બહાર પાડવાના એક દિવસ પહેલા રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સ્‍પષ્ટ સંકેત આપ્‍યા બાદ શકયતા પ્રબળ બની છે કે તેઓ ૨૨ વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીનું નેતળત્‍વ કરશે. ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવશે.

ગેહલોતે કહ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયને સ્‍વીકારશે, પરંતુ તે પહેલા તેઓ રાહુલ ગાંધીને અધ્‍યક્ષ બનાવવા માટે મનાવવાનો છેલ્લો પ્રયાસ કરશે. બીજી તરફ, લોકસભાના સભ્‍ય થરૂર, જેઓ પહેલાથી જ ચૂંટણી લડવાના સંકેત આપી રહ્યા છે, તેઓ બુધવારે કોંગ્રેસ મુખ્‍યાલય પહોંચ્‍યા અને પાર્ટીના સેન્‍ટ્રલ ઇલેક્‍શન ઓથોરિટીના વડા મધુસૂદન મિષાીને મળ્‍યા અને નોમિનેશનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી. અન્‍ય કેટલાક નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

(3:30 pm IST)