Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રશીયા યુક્રેન યુધ્‍ધ ૮માં મહિનામાં કરશે પ્રવેશ

યુધ્‍ધ માટે રશીયાને જવાબદાર ગણાવીને યુક્રેને માંગ્‍યુ વળતરઃ યુનોમાં ઝેલેસ્‍કીએ સજાની કરી માંગણી

યુએનઃ રશીયા-યુક્રેન યુધ્‍ધ ૮માં મહિનામાં પ્રવેશ કરશે પણ હજુ સુધી તેનું કોઇ પરિણામ નથી આવ્‍યુ. આ દરમ્‍યાન યુક્રેનના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર ઝેલેસ્‍કીએ કહ્યુ છે કે યુધ્‍ધ સમાપ્ત કરવા માટે રશીયા ગંભીર નથી.
બુધવારે સંયુકત રાષ્‍ટ્રમહાસભાને સંબોધતા ઝેલેસ્‍કીએ કહ્યુ કે યુક્રેનના લોકો અમારા વિસ્‍તાર પર કબ્‍જો કરનારા સાથે સજાની માંગણી કરી રહ્યા છે. આ સજા એમને પણ મળવી જોઇએ જેમણે હજારો લોકોની હત્‍યા કરી છે. મહિલાઓ અને પુરૂષોના ઉત્‍પીડન અને અપમાન માટે પણ તેમને સજા મળવી જોઇએ
ઝેલેસ્‍કીએ રશીયાને જવાબદાર ગણાવીને ખાસ અદાલત બનાવવા પણ અપીલ કરી છે. ઝેલેસ્‍કીએ વળતરની રકમની માંગણી કરતા કહ્યુ કે મોસ્‍કોએ આ યુધ્‍ધ માટે વળતર ચુકવવું જોઇએ. તેમણે એમ પણ કહ્યુ કે રશીયા વાતચીત કરવાથી ડરે છે. રશીયા કોઇ પણ નિષ્‍ફળ આંતરરાષ્‍ટ્રીય જવાબદારીઓ પુરી કરવા નથી માંગતું
ઝેલેસ્‍કીની આ પ્રતિક્રિયા રશીયન રાષ્‍ટ્રપતિના એ સ્‍ટેટમેન્‍ટ પછી આવી છે જેમાં તેમણે પરમાણુ હુમલાના સંકેત આપ્‍યા છે. પુતિને રશીયાના ૨૦ લાખ સૈનિકોમાંથી ત્રણ લાખને યુક્રેનમાં યુધ્‍ધ માટે મોકલવાની જાહેરાત કરી છે. આ સૈનિકો ડોનબાસ પર કબ્‍જો મેળવવા માટે લડશે.
તો ઝેલેસ્‍કીએ કહ્યુ છે કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દુનિયા પુતિનને પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવા દે. ઝેલેસ્‍કીએ રશીયન સેનાના કબ્‍જામાં રહેલ યુક્રેનીયન જમીન મુકત કરાવવા માટે વિશ્વની મદદ માંગી છે.

 

(3:45 pm IST)