Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઝાકમઝાળ ભર્યો ‘પ્રકાશ' કરી રહ્યો છે : જીવનમાં ‘અંધકાર' : માનવી-જીવ જંતુઓનુ ઊંઘ ચક્ર બદલાયુ

મેટ્રો શહેરો વધુ પ્રભાવિતઃ એલઇટી-સોડીયમ લાઇટોથી પ્રકાશ પ્રદુષણ વધ્‍યુઃ અનેક રોગોનો પણ ખતરોઃ ઘણા પશુ -પંખીઓ ઘટયા :સુગંધીદાર ફુલોની મહેકમાં ૪૦ ટકા ઘટાડો : વિશ્વની ૮૦% વસ્‍તી પ્રકાશ પ્રદુષણમાં જીવી રહી છે

જયપુર,તા.૨૨:  દેશ-દુનિયાના મોટા શહેરોમાં રોશનીથી જગમગ રાતો ભલે સોહામણી લાગે, પણ આ રોશની પર્યાવરણની સાથે માણસ અને જીવ જંતુઓને તબાહ કરી રહી છે. આર્ટીફીશીયન લાઇટ એટ નાઇટઃ સ્‍ટેટ ઓફ ધ સાયસન્‍સ  ૨૦૨૨ના અધ્‍યયન મુજબ ૨૦૧૨ પછી પ્રકાશ પ્રદુષણનો વધારો અને ભૂ-ક્ષેત્રને કવર કરવાની ગતિ ૧.૮ થી ૨.૨ ટકા સુધી દર વર્ષે વધી રહી છે.

શોધમાં વધુમાં જણાવાયુ છે કે વિશ્વની ૮૦ ટકા વસ્‍તી પ્રકાશ પ્રદુષીત વાતાવરણમાં રહે છે. અમેરીકા,યુરોપના અનેક શહેરો માં પ્રકાશ પ્રદુષણ ૯૯ ટકા છે. આવી જ રીતે બ્રીટનના એકસેટર યુનિ. ના શોધકર્તાઓએ અંતરિક્ષમાંથી લીધેલ ધણી તસ્‍વીરોથી નિષ્‍કર્ષ કાઢયુ છે કે, યુકે, ઇટાલી અને આર્યલેન્‍ડમાં સૌથી વધુ જયારે ઓસ્‍ટ્રીયા, જર્મની અને બેલ્‍જીયમમાં ઓછો એલઇડી પ્રકાશ દેખાય છે.

આ મહિને સાયન્‍સ એડવાંસેજ જર્નલમાં પ્રકાશીત અધ્‍યયન મુજબ સોડીયમ લાઇટની તુલનાએ એલઇડી ઓછા તરંગ દ્વારા વધુ પ્રકાશ ઉત્‍પન્ન કરે છે. જે પર્યાવરણને નુકશાનની સાથે માણસ અને જીવજંતુઓના ઊંધના ચક્ર ખરાબ કરે છે. આંખો અંધારામાં ઓછુ જોઇ રહી છે. ઉપરાંત શરીરમાં મેલાટોનિન હાર્મોન બનવાનું બંધ થઇ રહ્યું છે.

પ્રાકૃતિક પ્રકાશ છોડના જીવનને વધારે છે પણ કૃત્રીમ પ્રકાશ છોડને ઢીંગણુ, પાનનું ખરવું, ફુલોનું નાનુ થવું, રાતરાણી અને કેકટસના ફુલોમાં ઘટાડો અને ફુલોના સ્‍વાદ બદલી રહ્યું છે. પ્રકાશ પ્રદુષણથી ગુલાબ, રાતરાણી,બેલા વગેરે ફુલોની સુગંધ ૪૦ ટકા જેટલી ઘટી ગઇ છે.

નેશનલ સ્‍લીપ ફાઉન્‍ડેશન મુજબ રાતે સુતા પહેલા ૩૦ મીનીટ અગાઉ મોબાઇલ છોડી દેવો બહેતર છે. દિલ્‍હી, મુંબઇ, બેંગલુરૂ, ચેન્‍ન્‍ઇ, કોલકત્તા,પુના, હૈદ્રાબાદ અને ગોવામાં રસ્‍તાઓ, ફલાઇ ઓવર અને સાર્વજનીક સ્‍થાનોએ એલઇડી પ્રકાસથી માણસ અને જીવ-જંતુઓનું ઊંધનું ચક્ર તુટી રહ્યુ છે. જેનાથી આંખોની રોશની ઘટવી, માઇગ્રેન, હાર્ટ ડીસીઝ, મેદસ્‍વીતા, કેન્‍સર, નપુસંકતા જેવા રોગો વધી રહ્યા છે. પ્રકાશ પ્રદુષણ શરીરમાં ઘણા વિટામીન્‍સ અને પોષક તત્‍વોને પણ ઓછા કરી રહ્યું છે. (૩૯.૬)

પાળતુ પ્રાણીઓ વધુ આક્રમક બની રહ્યા  છે

એલઇડી અને જોરદાર સોડીયમ લાઇટોથી દેશના મેટ્રો શહેરોમાં જુગનુ અને ઘણી પ્રકારની મધમાખીઓ ગાયબ થઇ ગઇ છે. કાગડા, ગેરૈયા, બગલા અને અન્‍ય પક્ષીઓ શહેરો છોડી રહ્યા છે. પાળતુ

કુતરા-બીલાડીઓ દ્વારા બટકુ ભરવાની ઘટનાઓ વધી રહી છે. ઉપરાંત પુરતી ઉંધ ન મળતા દુધાળા પ્રાણીઓનું દુધ ઓછુ થઇ રહ્યું છે.

(4:01 pm IST)