Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મેટાના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ ફરી એક વખત પિતા બનશે

મેટાના ફાઉન્ડરના ઘરે ખુશીનું આગમન થશે : આ ગુડ ન્યૂઝને માર્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરતા પોતાની પત્ની સાથે તસવીર પોસ્ટ કરી

વોશિંગ્ટન, તા.૨૨ : મેટાના ફાઉન્ડર ઝકરબર્ગના ઘરે ફરી એક વખત ખુશીનું આગમન થવા જઈ રહ્યું છે. માર્ક ઝકરબર્ગ ફરી એક વખત પિતા બનવાના છે જેના કારણે તેઓ ખૂબ જ ખુશ છે.

પોતાના આ ગુડ ન્યૂઝને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરતા પોતાની પત્ની સાથે એક તસવીર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, મેક્સ અને અગષ્ટને આવતા વર્ષે એક નવી બહેન મળવા જઈ રહી છે.

માર્ક ઝકરબર્ગ પોતાના ફેન્સ સાથે પોતાની ખુશી વ્યક્ત કરતા ખૂબ જ ખુશ છે. પોતાના ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં ઝકરબર્ગ પોતાની પત્ની પ્રિસિલા ચાન સાથે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. તસવીર જોઈને બંનેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. તેમની આ પોસ્ટ સાથે જ દુનિયાભરના લાખો લોકો તેમને આ ખુશખબરી માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. લોકો તેમને શુભકામના ભર્યા મેસેજ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ફેસબુક પર તેમની આ પોસ્ટ પર લાઈક, કોમેન્ટ્સ અને શેરની પ્રક્રિયા હજુ પણ ચાલું છે. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનના હાલમાં બે બાળકો છે. ૨૦૨૩ સુધીમાં માર્ક ઝકરબર્ગ ૩ બાળકોના પિતા બની જશે.

દુનિયાના ઘણા લોકો માર્ક ઝકરબર્ગને પોતાની પ્રેરણા માને છે. તાજેતરમાં જ ફેસબુકનું નામ મેટા (મેટા) રાખવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમની કંપનીને સતત નુકશાન થઈ રહ્યુ છે. જેના કારણે માર્ક ઝકરબર્ગ દુનિયાની સૌથી વધુ સંપતિ ધરાવતા લોકોની યાદીમાં ૨૦માં નંબર પર પહોંચી ગયા છે. પણ માર્ક ઝકરબર્ગ પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશ છે અને આવા નુકશાનને બિઝનેસનો એકભાગ માને છે.

 

(7:25 pm IST)