Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આરબીઆઈએ મહારાષ્ટ્રની લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું : થાપણદારોને 5 લાખ રૂપિયા સુધીની રકમ પરત કરવાનો આદેશ આજથી જ લાગુ :જમા રકમ અનુસાર પૈસા ઉપાડવા માટે અરજી કરી ખાતાધારકો તેમની રકમ ઉપાડી શકશે


મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે મહારાષ્ટ્રની લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું કે સોલાપુર સ્થિત બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી અને તે નિયમોનું પાલન કરી રહી નથી. RBIનો આદેશ આજથી જ લાગુ થશે.

બેંકને આપવામાં આવેલા નિર્દેશોમાં તેના ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધી પરત કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આ માટે ખાતાધારકોએ તેમની જમા રકમ અનુસાર બેંકમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરવી પડશે.

સહકારી બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 99 ટકાથી વધુ થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે, RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે DICGC એ 13 સપ્ટેમ્બર, 2022 સુધી કુલ વીમા રકમમાંથી રૂ. 193.68 કરોડ ચૂકવી દીધા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)