Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યુપીમાં દુષ્કર્મીઓને હવે નહીં મળે આગોતરા જામીન :યોગી સરકારનું સંશોધન બિલ વિધાનસભામાં પસાર

આગોતરા જામીન નહીં મળવાની સાથે બિલમાં કેટલાક કેસોમાં સજા વધારાવાનો પણ પ્રસ્તાવ

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગુરુવારે ચોમાસું સ્તર દરમ્યાન મહિલા ધારાસભ્યો માટે ખાસ દિવસ હતો.આ દિવસ ખાલી મહિલા ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. જેની ઘોષણા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ પાછળા દિવસોએ કરી હતી. આ દરમ્યાન ગુરુવારે વિધાનસભામાં યુપી સરકાર દ્વારા સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના ચોમાસા સત્રમાં સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યા બાદ હવે ગંભીર મહિલા ગુનાઓમાં આગોતરા જામીન નહીં મળે. સરકારે ગંભીર ગુનાઓમાં જામીનના નિયમને લઈ મોટો નિર્ણય કર્યો છે. અગાઉ મહિલાઓ વિરુદ્ધ વધતાં જતાં ગુનાઓ પછી સરકારની આ કાર્યવાહીને એક મોટા નિર્ણય તરીકે જોવાઈ રહી છે.

યુપીની યોગી આદિત્યનાથ સરકાર તરફથી વિધાનસભામાં સીઆરપીસી સંશોધન બિલ સિવાય અન્ય બીજા બે બિલો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આગોતરા જામીન નહીં મળવાની સાથે બિલમાં કેટલાક કેસોમાં સજા વધારાવાનો પણ પ્રસ્તાવ છે. આજે વિધાનસભામાં મહિલાઓ ત્રણ મિનિટ જેલતો સમય આપવામાં આવ્યો હતો.

યુપી વિધાનસભા ગૃહમાં 53 મહિલા ધારાસભ્યોને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો હતો. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, અમે બહુ ખુશ છીએ કે, ગૃહમાં આજે બધા જ લોકો નારી શક્તિને જોઈ રહ્યા છે. વિધાનસભાના ચોમાસું સત્ર દરમ્યાન અખિલેશ યાદવે મહિલાઓ સામેના ગુનાઓમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(11:28 pm IST)