Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોમેડીયન ભારતી અને તેના પતિ હર્ષને કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

બંને એ જામીન અરજી કરી જેની સોમવારે સુનવણી

મુંબઈ : બોલીવુડમાં ફરીથી એક વખત ડ્રગ્સ મામલાની ચર્ચા થવા લાગી છે. કૉમેડીયન ભારતીસિંહની શનિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ગાંજો લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ પૂછપરછ બાદ  ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આજે ભારતી અને હર્ષને અહીંની કિલા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સુનાવણીના અંતે કોર્ટે તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે

જો કે ભારતી અને હર્ષે પોતાના તરફથી જામીન માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. ભારતી અને હર્ષ સાથે જે બે ડ્રગ્સ પેડલરોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડ્રગ્સ કેસમાં NCBનો ગાળિયો બોલિવૂડ અને ટેલિવિઝન જગતની હસ્તિઓ પર કસાતો જઈ રહ્યો છે. સુશાંત સિંહના મોતની તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ સૌ પ્રથમ તેમાં રિયા ચક્રવર્તી ફસાઈ હતી. રિયા બાજ એક પછી એક અનેક બૉલિવુડ અને ટીવી સ્ટારનું નામ તેમાં ઉમેરાતું ગયું. હવે ડ્રગ્સ લેવા મામલે કોમેડિયન ભારતી સિંહનું નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યાં છે

(5:14 pm IST)