Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ઘોર બેદરકારી : ઇટારસી સ્ટેશન પર ખુલ્લામાં રાખેલ મૃતદેહની ઉંદરોએ આંખો કોતરી નાખી

આગ્રાનો યુવક કર્ણાટક એક્સપ્રેસના એસ-9 કોચમાં બેભાન હાલમતાં મળ્યા બાદ તપાસમાં મોત નિપજ્યાનું જણાતા જીઆરપી પરિસરમાં મૃતદેહને રાખ્યો હતો

ઇટારસીમાં મૃતદેહને લઇને ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇટારસી સ્ટેશન પર ખુલ્લામાં રાખેલ મૃતદેહને ઉંદરોએ કોતરી ખાતો છે. રાત્રિ દરમિયાન બહાર રખાયેલા મૃતદેહને ઉંદરોએ કોતરી ખાતા મૃતદેહની બંને આંખોને કોતરી નાખી છે.

  સમગ્ર ઘટનાની મળતી વિગત મુજબ આગ્રાનો યુવક જીતેન્દ્રસિંહ કર્ણાટક એક્સપ્રેસના એસ-9 કોચમાં બેભાન હાલમતાં મળ્યા. જે બાદ તેની તપાસમાં તેનું મોત થઇ ગયું હોવાનું જણાતા જીઆરપી પરિસરમાં તેના મૃતદેહને રખાયો હતો. આ દરમિયાન રાત્રિ દરમિયાન ઉંદરોએ મૃતદેહની આંખોને કોતરી નાખી હતી.

(9:05 pm IST)