Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તરનું લંડનમાં નિધન

શરીફ પરિવારના જતિ ઉમરા રાયવિંડ સ્થિત નિવાસ સ્થાને મિયા શરીફની કબ્રની બાજૂમાં તેમને દફનાવે તેવી સંભાવના

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તરનું રવિવારે લંડનમાં નિધન થઈ ગયુ છે. તેઓ 91 વર્ષના હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગના સૂત્રોએ જણાવ્યુ છે કે, છેલ્લા એક મહિનાથી તેઓ બિમાર હતા. રવિવારે લંડનમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ ત્યાં શરીફના પરિવાર અને અન્ય સગાસંબંધીઓ સાથે રહેતા હતા.

પીએમએલએનના ઉપમહાસચિવ અતાઉલ્લાહ તરારે કહ્યુ હતું કે, રવિવારે લંડનમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તરારે વધુમાં જણાવ્યુ હતું કે, બેગમ અખ્તરના શબને સોમવારે લાહોર લઈ જવા અને શરીફ પરિવારના જતિ ઉમરા રાયવિંડ સ્થિત નિવાસ સ્થાને મિયા શરીફની કબ્રની બાજૂમાં તેમને દફનાવે તેવી સંભાવના છે.

આ સાથે તરારે કહ્યુ છે કે, નવાઝ શરીફના નાના ભાઈ અને પીએમએલએનના અધ્યક્ષ શહબાઝ શરીફને જામીન છોડવા માટે અરજી કરવામાં આવશે. જેથી તેઓ પણ જનાજામાં સામેલ થઈ શકે.

 નવાઝ શરીફને પાકિસ્તાનની એક કોર્ટે ભાગેડૂ જાહેર કર્યા છે. ત્યારે આવા સમયે નવાઝ શરીફ અંતિમ ક્રિયામાં પણ હાજર નહીં રહે તેવી સંભાવના છે

(9:31 pm IST)