Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

RBI ૧૦૦ - ૧૦ - ૫ની જુની નોટો પરત ખેંચશે

દેશમાં ફરી એકવાર ૨૦૧૬ની નોટબંધીના દિવસો પાછા આવે તેવા મળી રહ્યા છે સંકેતો : જુની સીરીઝની નોટો બંધ થશે : માર્ચ - એપ્રિલ સુધીમાં કવાયત પુરી કરાશે : ૧૦ના સિક્કા ચલાવવા બેંકનો આગ્રહ

નવી દિલ્હી તા. ૨૩ : ભારતીય રિઝર્વ બેંક તરફથી જુની નોટોને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આસી. જનરલ મેનેજર બી. મહેશે એલાન કર્યું હતું કે અમે માર્ચ કે એપ્રિલ સુધીમાં ૧૦૦, ૧૦ અને ૫ રૂપિયાની નોટોની જુની સીરીઝ પાછી ખેંચી રહ્યા છીએ. રિઝર્વ બેંકના આ એલાન બાદ આ જુની નોટોનું ચલણ આમ લોકો માટે ચલણમાંથી બહાર થઇ જશે.

દેશમાં એકવાર ફરી ૨૦૧૬ નું પુનરાવર્તન થવા જઇ રહ્યુ હોય તેવા સંકેત મળી રહ્યા છે. દેશમાં ફરી પાછી નોટબંધી આવી શકે છે. આ નોટબંધીમાં ૧૦૦ રૂપિયાની જૂની નોટો બંધ થઇ શકે છે. માર્ચ-એપ્રિલમાં રૂપિયા ૧૦૦ ની નોટ પરત લેવાનાં RBI નાં સંકેત છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવાની છે બાકી છે. પરંતુ સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એપ્રિલથી રૂપિયા ૧૦૦ ની જુની નોટ ચલણમાં નહીં રહે. આ સાથે ૧૦ અને ૫ રૂપિયાની જૂની નોટ પણ પરત લેવાઈ શકે છે. એપ્રિલ મહિનાથી ૫,૧૦ અને ૧૦૦ની જૂની નોટો ધીમે ધીમે બંધ થઈ શકે છે. આ જૂની નોટો પાછલા ૬ વર્ષથી પ્રિન્ટ કરાઈ છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ઘ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, RBI ૧૦૦ રૂપિયા, ૧૦ રૂપિયા અને ૫ રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે પરત લેવાની યોજના બનાવી રહી છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્કનાં સહાયક મહાપ્રબંધક (એજીએમ) મહેશે તા. ૨૨ જાન્યુઆરીનાં રોજ આપી હતી. ભારતીય રિઝર્વ બેન્કનાં સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વકતવ્ય દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૦૦ રૂપિયા, ૧૦ રૂપિયા અને ૫ રૂપિયાની જૂની ચલણી નોટની જૂની સિરીઝ ચલણમાંથી બહાર  કરવામાં આવશે. જૂની સિરીઝની નોટ હજુ માન્ય જ છે. પરંતુ માર્ચ અથવા એપ્રિલમાં આ નોટોની કેટલીક સિરીઝને ચલણમાંથી બહાર કરવામાં આવશે. વધુમાં તેમણે  કહ્યુ કે, સિક્કાની માન્યતા અંગે જે અફવાઓ ફેલાઈ રહી છે તે અંગે બેંકોએ લોકોને જાગૃત કરવા જોઈએ. બેંકે લોકોને રૂ.૧૦ નાં સિક્કા સ્વીકારતા કરવાની રીત શોધી કાઢવી જોઈએ.

આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ૧૦૦, ૧૦ અને ૫ રૂપિયાની જૂની સિરીઝ પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ જાહેરાત બાદ આ જૂની નોટોનું ચલણ સામાન્ય લોકોની બહાર રહેશે.

લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ  (DLMC)અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ  (DLMC)ની બેઠકમાં સહાયક જનરલ મેનેજર બી.મહેશે આ વાત કહી હતી.

બી મહેશે જણાવ્યું હતું કે ૧૦ રૂપિયાના સિક્કાની રજૂઆતના ૧૫ વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, 'બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં ૧૦ રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.'

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૯ માં ૧૦૦ રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી, જેના પર ગુજરાત રાજયના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલ રાણકી વાવની તસવીર આવેલી છે. તે જ સમયે, આ પહેલા, ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં ૫૦૦ અને ૨૦૦૦, ૨૦૦ની નોટો શામેલ છે.

(10:17 am IST)