Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

લોકાના અધિકારો વગર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો કોઈ મતલબ નથી:રાહુલ ગાંધી

ભાજપના ભારે વિરોધ છતા યુપીએ સરકારે લોકોને રોજગારની સુરક્ષા આપી હતી.જેના કારણે જ કોરોનાના કપરા સમયમાં લોકોને સહારો મળ્યો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોના અધિકારીઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, લોકોના અધિકારો મોદી સરકાર ખતમ કરી રહી છે.લોકાના અધિકારો વગર દુનિયાની સૌથી મોટી લોકશાહીનો કોઈ મતલબ નથી.લોકો માટે ભોજન, શિક્ષણ તેમજ માહિતીનો અધિકાર પણ એટલો જ જરુરી છે.મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી જન અધિકારોને ખતમ કરવાની કોશિશ કરી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારના અધિકારો વગરના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.ભોજનનો અધિકાર એટલા માટે છે કે, કોઈને ભૂખ્યા ના રહેવુ પડે, શિક્ષણના અધિકારના કારણે આજે દરેક બાળક સ્કૂલે જઈ શકે છે.લોકોને તેમના બહેતર ભવિષ્ય માટે અધિકાર અપાયેલા છે.ભાજપના ભારે વિરોધ છતા યુપીએ સરકારે લોકોને રોજગારની સુરક્ષા આપી હતી.જેના કારણે જ કોરોનાના કપરા સમયમાં લોકોને સહારો મળ્યો હતો.

તેમણે આગળ કહ્યુ હતુ કે, જાણકારી આપવાનો અધિકાર પણ આરટીઆઈ હેઠળ યુપીએ સરકારે લોકોને આપ્યો છે.આમાંથી કયા પ્રકારના અધિકાર સામે પીએમને વાંધો છે અને કેમ છે.

(10:22 pm IST)