Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

પશ્ચિમ કરતાં પૂર્વમાં ધારાસભ્ય બનવું સસ્તું: પૂર્વાંચલમાં ઉમેદવારોનો સરેરાશ ખર્ચ ઓછો

2017માં પૂર્વાંચલમાં વિજેતા ઉમેદવારનો સરેરાશ ખર્ચ ૧૧.૮૭ લાખ જેટલો જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સરેરાશ ખર્ચ ૧૫.૬ લાખની આસપાસ હતો

યુપી વિધાનસભાની ચૂંટણી લડવા માટે પૂર્વ કરતાં પશ્ચિમ વિભાગમાં ચૂંટણી ખર્ચ વધુ થાય છે. જો કે, તેમાં એક અપવાદ બુંદેલખંડનો છે. તે બાદ કરતા ૨૦૧૭માં થયેલ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની વાત લઈએ તો પૂર્વાંચલમાં વિજેતા ઉમેદવારનો સરેરાશ ખર્ચ ૧૧.૮૭ લાખ જેટલો રહ્યો જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સરેરાશ ખર્ચ ૧૫.૬ લાખની આસપાસ હતો. આમાં એકમાત્ર અપવાદ બુંદેલખંડ ગણી શકાય કે જ્યાં ઉમેદવારનો સરેરાશ ખર્ચ ૧૬.૦૬ લાખ જેટલો આકારવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી માટે રૃા. ૨૮ લાખની ખર્ચ મર્યાદા નિશ્ચિત કરી હતી. પરંતુ આ વખતે તે મર્યાદા વધારીને રૃા. ૪૦ લાખની અધિકતમ સીમા નિશ્ચિત કરી છે. ૨૦૧૭માં વિજયી થયેલા ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણ ઉપરથી જાણી શકાય છે કે પૂર્વાંચલના વિધાયકોને જ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિધાયકોએ કરેલા કુલ ચૂંટણી ખર્ચના માત્ર ૬૬% જેટલો જ ચૂંટણી ખર્ચ કર્યો હતો.

આશ્ચર્ય તે છે કે આ ઉમેદવારો પૈકી ૨૦૧૭માં સૌથી વધુ ખર્ચ કરનાર વિધાયકો પૂર્વાંચલમાં હતા. બલિયાના બાંસડીના વિધાયક રામગોવિંદ ચૌધરીએ ૨૪,૯૦૦૦૫ રૃા. ખર્ચ્યા હતા. તે પછી બીજા ક્રમે અમ્બરીશસિંહ પુષ્કર આવે છે તેમણે ૨૪,૪૨,૯૫૬ રૃા. ખર્ચ્યા હતા. તે પછી ત્રીજા ક્રમે ચરખારીના વિધાયક વ્રજભૂષણ છે તેમને ચૂંટણી ખર્ચ ૨૪,૩૭,૫૧૬ થયો હતો.

કેટલાકે તેમનો ચૂંટણી ખર્ચ તદ્દન ઓછો પણ કર્યો છે જેમ કે, વારાણસી દક્ષિણના ડો. નીલકંઠ તિવારી. તેમણે માત્ર ૨,૮૪,૬૯૪ રૃપિયા જ ચૂંટણી ખર્ચ માટે દર્શાવ્યા છે. તેમણે રૃા. ૩૦,૦૦૦ તો પોતાના અંગત ખર્ચ્યા હતા. પાર્ટી ફંડમાંથી તો તેમને ખર્ચ માટે રૃા. ૫,૦૦,૦૦૦ મળ્યા હતા વધારાના પૈસા તેમણે પાછા આપ્યા.

(10:52 pm IST)