Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં કોરોના મહામારીનો વ્યાપ ઝડપભેર ફેલાવાની ભીતિ: આરોગ્ય ઓફિસરોની ચેતવણી

આ રોગના વ્યાપનું પગેરું શોધવું ઘણું ુમુશ્કેલ તે ક્યાં ક્યાં ફેલાયો છે તે જ જલ્દી જાણી શકાતું નથી

હોંગકોંગના આરોગ્ય અધિકારીઓએ શનિવારે પૂર્વ એશિયાના આ ‘કોમર્શિયલ હબ’માં કોવિડ-૧૯નો વ્યાપ વધવા અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. સાથે કહ્યું છે કે: વિશેષત: ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં આ મહામારીનો વ્યાપ ઝડપભેર ફેલાવાની ભીતિ પણ રહેલી છે. હોંગકોંગના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને કોવિદ-૧૯ અને તેના વિવિધ વેરિયન્ટસના ૨૬ કન્ફર્મ્ડ કેસો મળ્યા છે, જ્યારે ૧૦૦થી વધુ કેસો પ્રાઇમરી પોઝિટિવ પ્રકારના હોવાનું જાણવા મળ્યું છે. આ કેસો સૌથી વધુ પ્રમાણમાં તો કોઉલુન ભૂશિર સ્થિત ત્રણ બહુમાળી મકાનોમાં જોવા મળ્યા છે.

હોંગકોંગના હેલ્થ ડિપાર્ટમેન્ટના સિનિયર ડોક્ટર ડૉ. શુ આંગ શુક-ક્વાને જણાવ્યું હતું કે, આ રોગના વ્યાપનું પગેરું શોધવું ઘણું ુમુશ્કેલ છે કારણકે, તે ક્યાં ક્યાં ફેલાયો છે તે જ જલ્દી જાણી શકાતું નથી. આ સાથે તેઓએ તે મકાનોમાં રહેતા ૭૭૦૦ નાગરિકો તેમજ કામ કરનારાઓ અને તે મકાનોમાં આવતા મુલાકાતીઓનો સંદર્ભ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે, આ કારણસર જ કેસો વધતા જવાની ભીતિ રહેલી છે.

(12:03 am IST)