Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ઉત્તરાંખડ માટે કોંગ્રેસના 53 ઉમેદવારોની યાદી જાહેર

વિપક્ષના નેતા પ્રીતમ સિંહ ફરી ચકરાતા વિધાનસભા બેઠક પર અને ગંગોત્રી વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય વિજયપાલ સજવાનને મેદાનમાં ઉતાર્યા

2022ની વિધાનસભા ચૂંટણીની લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે 53 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ખતિમા વિધાનસભા બેઠક પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સામે પોતાના ઉમેદવાર તરીકે ભુવન ચંદ્ર કાપરીને મેદાનમાં ઉતાર્યા છે. વિપક્ષના નેતાની જવાબદારી સંભાળી રહેલા પ્રીતમ સિંહ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસે તેમને ચકરાતા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ગંગોત્રી વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય વિજયપાલ સજવાનને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે બે દિવસ પહેલા જ 59 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને ત્યારથી કોંગ્રેસના ઉમેદવારોના નામની રાહ જોવાઈ રહી હતી. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ હાઈકમાન્ડને મનાવવા અને નામ ગુમાવવાના ડરથી કોંગ્રેસના ઉમેદવારો દિલ્હીમાં ધામા નાખતા હતા. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોની બીજી યાદી ક્યારે જાહેર કરે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની યાદીએ ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે. શુક્રવારે ઉમેદવારોના નામ જાણવા ઉત્સુક લોકોની ઉંઘ પણ બગાડી હતી. શુક્રવારની મોડી સાંજથી કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોતા બેઠેલા લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો હતો. જ્યારે મોડી રાત સુધી યાદી જાહેર ન થતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

(12:58 am IST)