Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

હરિદ્વારામાં યોજાયેલ ધર્મ સંસદમાં અભદ્ર ભાષાના પ્રશ્‍ને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ

સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે કે જે મુસ્લિમ નેતાઓએ હિન્દુઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક નેતા અને ઉપદેશક હિન્દુ ધર્મ વિરુદ્ધ, ભારતની સંપ્રભુતા અને અખંડતા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તાએ અરજી દ્વારા કોર્ટને પ્રાર્થના કરી છે કે હિન્દુ સમુદાયના સભ્યો, તેમના દેવી-દેવતાઓ વિરુદ્ધ આપવામાં આવેલા નફરત ભર્યા ભાષણોની તપાસ માટે એસઆઈટીનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે બંધારણીય ભાવનાની સાથે-સાથે ભારતની એકતા અને અખંડતા વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની તપાસનો નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. 

હિન્દુ ફ્રંટ ફોર જસ્ટિસ એ હાલમાં પોતાના અધ્યક્ષ અને અન્યના માધ્યમથી હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદ થી સંબંધિત અભદ્ર ભાષાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અરજી કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ મુસલમાનો વિરુદ્ધ નફરત ભરેલા ભાષણોની તપાસ માટે સહમત થઈ ગઈ છે, તેથી તેણે અકબરૂદ્દીન ઓવૈસી  અને દિલ્હીમાં આપ નેતા અમાનતુલ્લા ખાન જેવા નેતાઓની હિન્દુઓ વિરુદ્ધ નફરત ભરેલા ભાષણો માટે તપાસ કરવી જોઈએ.

વકીલ વિષ્ણુ શંકર જૈન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ નેતાઓ તરફથી આપવામાં આવેલ ભડકાઉ ભાષણોથી હિન્દુ સમુદાયમાં ભય અને અશાંતિનો માહોલ પેદા થઈ ગયો છે. આ પ્રકારના નિવેદન અમને મુસ્લિમ લીગના કામકાજની યાદ અપાવે છે, જેના કારણે દેશનું વિભાજન થયું હતું.

(12:38 pm IST)