Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ધર્મેન્‍દ્રપ્રતાપસિંહ દેશના સૌથી લાંબા વ્‍યકિત

- લોકો જ્યારે મારા સાથે ફોટો પડાવે છે ત્યારે મને સેલિબ્રિટી જેવી અનુભૂતિ થાય છે : ધર્મેન્દ્ર સિંહ: ભારતના સૌથી લાંબા શખ્સ તરીકે પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ સમાજવાદી

નવી દિલ્હી: ભારતના સૌથી લાંબા શખ્સ તરીકે પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ શનિવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢના રહેવાસી ધર્મેન્દ્ર સિંહની હાઈટ 2.4 મીટર (8 ફૂટ 1 ઈંચ) છે અને વિશ્વ રેકોર્ડથી તેઓ માત્ર 11 સેમી જેટલા જ ટૂંકા પડ્યા છે.

સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ પાર્ટીમાં સામેલ થયા હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ધર્મેન્દ્ર સિંહના આગમનથી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ અખિલેશ યાદવના નેતૃત્વ અને સપાની પોલિસીમાં વિશ્વાસમાં રાખીને ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ પાર્ટીમાં જોડાયા હોવાની માહિતી આપી હતી. ધર્મેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે વધુ પડતી ઉંચાઈના કારણે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આ સાથે જ બહાર નીકળવા પર તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે. લોકો જ્યારે તેમના સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરે છે ત્યારે તેમને સેલિબ્રિટી જેવી અનુભૂતિ થતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન કુલ 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને 10 માર્ચના રોજ મતગણતરી થશે.

(1:48 pm IST)