Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સ્મૃતિ ઈરાનીની અપીલ: કૃપા કરીને લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે અફવાઓ ન ફેલાવો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં લતા મંગેશકરના ચાહકો માટે એક સંદેશ લખ્યો હતો અને તેમને લત્તાજી અંગેના કોઈપણ બનાવટી સમાચાર, અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી

આઇકોનિક ગાયિકા લતા મંગેશકર, જેમણે તેની કારકિર્દીના ગ્રાફમાં સેંકડો  ગીતો આપ્યા છે, તેઓ આ મહિનાની શરૂઆતમાં કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જ્યારથી ગાયિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય વિશે ઘણી અફવાઓ સામે આવી રહી છે. આવી અફવાઓનું ખંડન કરતા અને લોકોને આવી વસ્તુઓથી દૂર રહેવાની અપીલ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લતા મંગેશકરના પરિવાર તરફથી એક સંદેશ શેર કર્યો છે.

આજે વહેલી સવારે, ગાયકની સારવારની દેખરેખ રાખતા ડૉ. પ્રિતિત સંબિતે માહિતી આપી હતી કે ૯૨ વર્ષીય ગાયિકા સતત આઇસીયુમાં છે અને તબિયત સુધરવાના સંકેતો દેખાઈ રહ્યા છે.  ડૉક્ટરે લત્તાજીના ચાહકોને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવાની પણ વિનંતી કરી.  સ્મૃતિ ઈરાનીએ ડૉ. પ્રતિતની એક નોંધ પણ શેર કરી અને લોકોને ખોટા સમાચાર અથવા અફવાઓનો શિકાર ન થવા જણાવ્યું.

ડૉ. પ્રતિતની નોંધ કહે છે કે "લતા દીદીની તબિયત  સુધરવાના સકારાત્મક સંકેતો દર્શાવે છે અને આઈસીયુમાં સારવાર હેઠળ છે. અમે તેમના ઝડપથી સાજા થવા અને ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ અને પ્રાર્થના કરીએ છીએ."  સ્મૃતિ ઈરાનીએ નોટ શેર કરીને ટ્વીટ કર્યું, "લતા દીદીના પરિવાર તરફથી અફવાઓ ન ફેલાવવાની વિનંતી. લત્તાજી સારવારને સારો પ્રતિસાદ આપી રહેલ છે અને ઇશ્વરઈચ્છા હશે તો  જલદી ઘરે પરત ફરશે. ચાલો અટકળોથી દૂર રહીએ અને લતા દીદીના ઝડપી સ્વસ્થ્ય થવા અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ."

(3:17 pm IST)