Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

પીએમ મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું

ગુજરાત ભૂકંપે દેશને નવેસરથી વિચારવા મજબૂર કર્યો :અનુભવમાંથી શીખીને અમે ડિઝાસ્ટરને પહોંચી વળવા ગુજરાતમાં એક કાયદો બનાવ્યો.

નવી દિલ્હી : ઈન્ડીયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા પ્રધાનમંત્રી મોદીએ સ્થાપના સમારોહમાં વર્ષ 2019-, 2020, 2021 અને 2022  માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ એનાયત કર્યો હતો

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એક હેરાન કરનાર વ્યવસ્થા એ હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય ઘણા વર્ષો સુધી કૃષિ વિભાગની પાસે હતો. દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવી જ રીતે ચાલતું હતું.2001ના ગુજરાતમાં ભૂકંપ આવ્યાં બાદ જે કંઈ થયું તેણે દેશને નવેસરથી વિચારવા  મજબૂર કરી દીધો છે. પીએમ મોદીએ કહ્યું કે તે સમયનો જે અનુભવ હતો તેમાંથી શીખીને અમે ડિઝાસ્ટરને પહોંચી વળવા ગુજરાતમાં એક કાયદો બનાવ્યો. ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચનાનો માર્ગ મોકળો થયો. આને કારણે જ કોરોના સામેની લડાઈમાં દેશને ઘણી મદદ મળી છે.

(7:53 pm IST)