Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કેન્દ્રએ આધુનિક પોલીસિંગ માટે આપ્યું ફંડ: કર્ણાટક સિવાય કોઈ રાજ્ય 100% ઉપયોગ કરી શક્યું નહીં

સંસાધનોની બુમો પાડતી રાજ્ય સરકારો અને પોલીસ કેન્દ્રના આ ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી નથી

નવી દિલ્હી : વર્ષ 2020-21માં પોલીસ દળના આધુનિકીકરણ માટે રાજ્યોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના હેઠળ રૂ. 103 કરોડ આપવામાં આવ્યા હતા. ઘણા રાજ્યોએ અત્યાર સુધી આ સંબંધમાં મળેલી રકમનો ખર્ચ કર્યો ન હોવાથી, તેમને નવી રકમ આપવામાં આવી નથી. 31 ડિસેમ્બર સુધી જાહેર કરાયેલી રકમમાં કર્ણાટકને સૌથી વધુ હિસ્સો મળ્યો છે.

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પોલીસના આધુનિકીકરણ પર ઘણું કામ કરી રહી છે. આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દરેક રાજ્યને આર્થિક મદદ કરે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે સંસાધનોની બુમો પાડતી રાજ્ય સરકારો અને પોલીસ કેન્દ્રના આ ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી નથી. આ માહિતી એક RTIમાં સામે આવી છે.

નાણાકીય વર્ષ 2019-20માં કેન્દ્ર સરકારે રાજ્યોને 781 કરોડ રૂપિયાની સહાય આપી હતી. પરંતુ 2021-22માં માત્ર 89 કરોડ રૂપિયા જ રિલીઝ થયા હતા. હકીકતમાં, 31 ડિસેમ્બર સુધી, કર્ણાટક સિવાય, અન્ય કોઈ રાજ્યએ કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ ભંડોળનો ખર્ચ કર્યો નથી. તેથી માત્ર એટલી જ રકમ બહાર પાડવામાં આવી હતી જે ખર્ચવામાં આવી હતી.

2020-21માં પોલીસ દળના આધુનિકીકરણ માટે કેન્દ્રીય યોજના હેઠળ 103 કરોડ આપવામાં આવ્યા છે. ઘણા રાજ્યોએ અત્યાર સુધી આ સંબંધમાં મળેલી રકમનો ખર્ચ કર્યો ન હોવાથી, તેમને નવી રકમ આપવામાં આવી નથી. 31 ડિસેમ્બર સુધી જાહેર કરાયેલી રકમમાં કર્ણાટકને સૌથી વધુ હિસ્સો મળ્યો છે. આ એકમાત્ર રાજ્ય છે જેણે 31 ડિસેમ્બર, 2021 સુધી તેના સંપૂર્ણ ભંડોળનો ઉપયોગ કર્યો હતો. કેરળના આરટીઆઈ કાર્યકર્તા કે ગોવિંદનના પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે.

આ વર્ષે કયા રાજ્યને કેટલું ફંડ મળ્યું

રાજ્ય ભંડોળ
ઉત્તર પ્રદેશ 32 કરોડ
કર્ણાટક 31 કરોડ
રાજસ્થાન 14 કરોડ
ત્રિપુરા 6.8 કરોડ
છત્તીસગઢ 5.4 કરોડ
કેન્દ્રએ 2020-21માં કુલ રૂ. 103 કરોડ બહાર પાડ્યા હતા, જે 2018-19માં જાહેર કરાયેલ રૂ. 759 કરોડ કરતાં અનેક ગણા ઓછા છે. 2019-20 માં, કેન્દ્ર સરકારે પોલીસ દળના આધુનિકીકરણ માટે રાજ્યોને 781 કરોડ રૂપિયા આપ્યા. કર્ણાટક દેશનું એકમાત્ર રાજ્ય હતું, જેણે 2020-21માં ફાળવેલ ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો.

નાણા મંત્રાલયના નિયમો અનુસાર, ભંડોળ બહાર પાડતા પહેલા, રાજ્યોને અગાઉના ભંડોળના ઉપયોગનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે તેઓએ આ રકમ ક્યાં ખર્ચી છે તે જણાવવું પડશે. પોલીસ મોડર્નાઇઝેશન ફંડ માટે, કેટલાક રાજ્યોએ યુરલાઇઝેશન સર્ટિફિકેટ આપ્યું ન હતું, તેથી તેમને ફંડ બહાર પાડવામાં આવ્યું ન હતું. આ યોજના હેઠળ, 60 ટકા નાણાં કેન્દ્ર સરકાર દ્વારા અને 40 ટકા રાજ્ય સરકાર દ્વારા રોકાણ કરવામાં આવે છે. પૂર્વોત્તરના 8 રાજ્યો ઉપરાંત, કેન્દ્ર સરકાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ફંડમાં 90% યોગદાન આપે છે.

(9:32 pm IST)