Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં કોરોના વિસ્ફોટ : 13 જેટલા ખેલાડીઓ સંક્રમિત : મેચ રદ કરવી પડી

AFC મહિલા એશિયા કપમાં ભારતની ટીમ પાસે મેદાન પર ઉતરવા માટે પૂરતા ખેલાડીઓ નહીં હોવાથી ચાઈનીઝ તાઈપેઈ સામેની મેચ રદ

મુંબઈ : AFC મહિલા એશિયા કપમાં રવિવારે ભારત અને ચાઈનીઝ તાઈપેઈ વચ્ચેની મેચ રદ્દ કરાઈ છે, ભારતીય મહિલા ફૂટબોલ ટીમના 13 ખેલાડીઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ કારણોસર, ટીમ પાસે મેદાન પર ઉતરવા માટે પૂરતા ખેલાડીઓ નથી. મહિલા એશિયા કપના સત્તાવાર ટ્વિટર પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ પણ આ જાણકારી આપી છે.

આ ટૂર્નામેન્ટમાં ભારતની આ બીજી મેચ હતી પરંતુ ટીમ મેદાનમાં ઉતરી શકી ન હતી. ભારતે તેની પ્રથમ મેચ ઈરાન સામે રમી હતી પરંતુ તે જીતી શક્યું ન હતું. તેણે શાનદાર રમત બતાવીને મેચ ડ્રો કરી હતી. તે ભારત માટે કરો યા મરોની લડાઈ હતી.

(10:01 pm IST)