Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

દેશમાં ચાર કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા : સરકારે માત્ર બે લોકોનો વિકાસ કર્યો : રાહુલ ગાંધી

ઓક્સફેમના એક રિપોર્ટનો હવાલો આપતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ગ્રાફિક્સ પણ પોસ્ટ કર્યું

નવી દિલ્હી :  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે  રાહુલે આરોપ લગાવ્યો કે દેશમાં ચાર કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા છે. આ દરમિયાન માત્ર બે લોકો માટે વિકાસ કરવામાં આવ્યો છે. રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે સરકાર દ્વારા માત્ર બે લોકો માટે વિકાસ થઈ રહ્યો છે.જ્યારે કે ચાર કરોડ ભાઈ-બહેનો ગરીબીમાં ધકેલાઈ ગયા છે

તેમણે 'બીજેપી ફેઈલ ઈન્ડિયા'ના હેશટેગ સાથે ટ્વિટ કરીને જણાવ્યું કે આ ચાર કરોડમાંથી દરેક એક વાસ્તવિક વ્યક્તિ છે. ન માત્ર એક સંખ્યા છે. આ ચાર કરોડમાંથી દરેક વ્યક્તિ સુધારાનો હકદાર છે.

ઓક્સફેમના એક રિપોર્ટનો હવાલો આપતો કોંગ્રેસના નેતાએ એક ગ્રાફિક્સ પણ પોસ્ટ કર્યું. આ તસવીરમાં આરોપ છે કે 2021 દરમિયાન બે ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અબજો ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન 2020થી મહામારી દરમિયાન ભારતમાં 4 કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે ગયા છે.

(11:23 pm IST)