Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હોકી વર્લ્ડકપ-2023માંથી ભારતીય ટીમ બહાર : ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય

પેનલ્ટી શૂટઆઉટમાં 4-5ના સ્કોરથી ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી

ઓડિશાના ભુવનેશ્વરમાં ભારત અને ન્યુઝીલેન્ડની હોકી ટીમ પૂર્ણ મેચ રમાઈ હતી. ‘કરો યા મરો’ વાળી આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી.મેચના પ્રથમ હાફમાં સ્કોર 2-1 સાથે સાથે ભારતના પક્ષમાં રહ્યો હતો. મેચમાં અંતિમ 2 કવાર્ટર મહત્વપૂર્ણ હતા. મેચના અંતિમ કવાર્ટરમાં સ્કોર 3-3ની બરાબરી પર હતો. 1અંતિમ 10 સેકેન્ડમાં ન્યુઝીલેન્ડની ટીમ ગોલ કરવાની સ્વર્ણ તક ચૂકી ગઈ હતી. જેને કારણે મેચ ફૂલ ટાઈમ એટલે કે 60 મિનિટની રમત પછી પણ 3-3થી ડ્રો રહી હતી. બે પેનલ્ટી શૂટઆઉટ બાદ ભારતની આ મેચમાં હાર થઈ હતી

કવાર્ટર ફાઈનલમાં કઈ રીત રમશે તેનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ટોસ જીતી ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌરે ગોલ કરવાની પ્રથમ તક ઝડપી હતી. જણાવી દઈએ કે પેનલ્ટી શૂટઆઉટમાં દરેક ટીમને ગોલ કરવાની 5 તક આપવામાં આવે છે. જેમાં દરેક તકમાં 8 સેકેન્ડનો સમય આપવામાં આવે છે.  આ પેનલ્ટી શૂટઆઉટમાં પણ સ્કોર 3-3ની બરાબરી પર રહેતા બીજીવાર પેનલ્ટી શૂટઆઉટ થયું હતું.

બીજી પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ બચાવતા સમયે ભારતનો સ્ટાર ગોલકીપર શ્રીજેશ ઘાયલ પણ થયો હતો. તેની જગ્યાએ પાઠક મેદાનમાં ઉતર્યો હતો. અંતે 4-5ના સ્કોરથી ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી કવાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.24 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી બેલ્જિયમ હોકી ટીમ સામે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. આ મેચ ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં જ રમાશે. ક્રોસ ઓવર મેચમાં જીત થતા ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમની ટીમ વચ્ચે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.

 

(10:52 pm IST)