Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

' પઠાન’ બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડશે: રિલીઝનાપહેલા જ દિવસની 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ

રવિવારના રોજ સાંજે 5:15 વાગ્યા સુધી પઠાનની 3 લાખ 500 ટિકિટો વેચાઈ:પીવીઆરમાં 1 લાખ 30 હજાર, આઈનોક્સમાં 1 લાખ 13 હજાર અને સિનેપોલિસમાં 57,500 ટિકિટ વેચાઈ ગઈ

મુંબઈ : શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘પઠાન’ને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. કિંગ ખાનની આ ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના માટે 20 જાન્યુઆરીથી એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એડવાન્સ બુકિંગમાં ‘પઠાન’ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના માત્ર ત્રણ દિવસમાં જ આ ફિલ્મની ત્રણ લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની એડવાન્સ બુકિંગ અપડેટ શેયર કરી છે.

   તરણ આદર્શ મુજબ 22 જાન્યુઆરી, રવિવારના રોજ સાંજે 5:15 વાગ્યા સુધી પઠાનની 3 લાખ 500 ટિકિટો વેચાઈ ચૂકી છે, જેમાં પીવીઆરમાં 1 લાખ 30 હજાર, આઈનોક્સમાં 1 લાખ 13 હજાર અને સિનેપોલિસમાં 57,500 ટિકિટનો સમાવેશ થાય છે અને આ આંકડા માત્ર ફિલ્મના પહેલા દિવસના છે. તમને જણાવી દઈએ કે ‘પઠાન’ને હજુ રિલીઝ થવામાં 2 દિવસ બાકી છે અને રિલીઝના પહેલા દિવસની 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, એવી આશા છે કે ‘પઠાન’ બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડશે

(11:04 pm IST)