Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હવે સાંબા પહોંચી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું --રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે.

નવી દિલ્હી : રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હવે સાંબા પહોંચી ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે કે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે. આ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. સુરક્ષા એજન્સી અમને જે કહેશે અમે તેનું પાલન કરીશું

    રવિવારે સવારે જમ્મુના હીરાનગરમાં આવેલા પશુરામજી મંદિર પાસેથી સવારે 7.30 વાગ્યે ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી અને હવે તે સાંબા પહોંચી છે. નોંધનીય છે કે રવિવારે રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન સ્થાનિક વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. યાત્રામાં રાહુલ ગાંધી સાથે જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ પણ હાજર હતા. બંનેએ હીરાનગર મોડ પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ નાણામંત્રી અને સાંસદ ગિરધારી લાલ ડોગરાને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

(11:41 pm IST)