Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૬૦

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સમજણ

 એકબીજા સાથે વાત કરો અને સમજો કે અમુક સમયે તમારો સાથી પણ અલગ રહેવા માગે છે અને આ જ સમસ્‍યા છે. આ જરૂરીયાત કદાચ તમને બંનેને એક સાથે ઉભી નહી થાય કયારેક તમે તેની સાથે રહેવા માંગતા હશો અને તે એકલા રહેવા માંગતા હશે-આના માટે કઇ જ ના કરી શકાય તમારે તે સમજવુ પડશે અને તેમને એકલા છોડી દેવા જોઇએ કયારેક તમે એકલા રહેવા માગો છો અને તે તમારા સાથે આવવા માંગે છે. તો તેને કહો કે તમે તેની મદદ નહી કરી શકો.

વધારે અને વધારે સમજણ પેદા કરો પ્રેમીઓમાં આ જ ખુટે છે તેઓ વચ્‍ચે પ્રેમ છે પણ સમજણ બીલકુલ નહી તેથી ગેરસમજણના પથ્‍થરો નીચે તેઓનો પ્રેમ મરવા લાગે છે સમજણ વગર પ્રેમ ના જીવી શકે એકલો પ્રેમ ખૂબજ મુર્ખ છે સમજણ સાથે પ્રેમ લાંબા સમય સુધી જીવે છેે.

પ્રેમ તમને એક નાનકડુ હનીમુન આપી શકે છ.ે ફકત સમજણ જ ગહન આત્‍મીયતા આપે છે અને દરેક હનીમુન પછી ઉદાસી, ગુસ્‍સો તણાવ આવે છે.  જો તમે સમજણનો વિકાસ નહી કરો તો કોઇ હનીમુન તમારી મદદ નહી કરી શકે તે એક નશાની જેમ હશેતેથી વધારે સમજણ ઉત્‍પન્ન કરવાની કોશીષ કરો અને કોઇ દિવસે તમે અલગ પડો તો સમજણ તમારી સાથે હશે આ તમારા પ્રેમની એકબીજાને ભેંટ હશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:50 am IST)