Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ખાલિસ્‍તાનીઓએ પાકિસ્‍તાનની મદદથી ભારત વિરૂધ્‍ધ ખતરનાક ષડયંત્ર રચ્‍યું

સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્‍યું : ખાલિસ્‍તાન અને પંજાબ રેફરન્‍ડમને લઇને સોશિયલ મીડિયા પર પાકિસ્‍તાનમાંથી મોટી સંખ્‍યામાં નકલી હેન્‍ડલ સક્રિય : નકલી સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ પર ભારત વિરૂધ્‍ધ લેખ પોસ્‍ટ કરવામાં આવે છે

નવી દિલ્‍હી તા. ૨૩ : સુરક્ષા એજન્‍સીઓએ ચેતવણી આપી છે કે પાકિસ્‍તાન, કેનેડા અને અમેરિકામાં બેઠેલા અલગતાવાદી જૂથો ભારત વિરૂદ્ધ ખતરનાક ખાલિસ્‍તાની કાવતરૂ ઘડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્‍યામાં નકલી હેન્‍ડલ આ ષડયંત્ર ફેલાવવામાં લાગેલા છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ખાલિસ્‍તાન અને પંજાબ રેફરન્‍ડમને લઈને સોશિયલ મીડિયા પર પાકિસ્‍તાનમાંથી મોટી સંખ્‍યામાં નકલી હેન્‍ડલ સક્રિય છે. આ નકલી સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ પર ભારત વિરૂદ્ધ લેખ પોસ્‍ટ કરવામાં આવે છે.

૨૯ ડિસેમ્‍બરે સોશિયલ મીડિયા પર ખાલિસ્‍તાનના નામે ૮,૩૩૨ પોસ્‍ટ કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની પોસ્‍ટના લોકેશન પાકિસ્‍તાનમાં જોવા મળ્‍યા હતા.

એ જ રીતે, ૧૫ ડિસેમ્‍બરે ખાલિસ્‍તાનના નામે કુલ ૮૭૦૭ પોસ્‍ટ હતી, જેમાંથી મોટાભાગની પોસ્‍ટનું સ્‍થાન પાકિસ્‍તાન અને અમેરિકા હતું.

ખાસ વાત એ છે કે મોટા ભાગના સોશિયલ મીડિયા હેન્‍ડલ પર જેમાંથી ખાલિસ્‍તાનના નામે પોસ્‍ટ કરવામાં આવી રહી છે, તેમાં કાશ્‍મીરને લઈને ભારત વિરૂદ્ધ ખોટી વાતો લખવામાં આવી છે.

સુરક્ષા એજન્‍સીઓ અનુસાર, ભારતમાં ખાલિસ્‍તાની ષડયંત્ર નિષ્‍ફળ જવાને કારણે ખાલિસ્‍તાની જૂથો પરેશાન છે અને તેઓ તેમના ષડયંત્રને સફળ બનાવવા માટે પાકિસ્‍તાનીઓની મદદ લઈ રહ્યા છે.

(11:46 am IST)