Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

૧૩,૯૯૦ ચોરસ ફુટના સૌથી મોટા પીત્‍ઝાનો વર્લ્‍ડ રેકોર્ડ

આ રેકોર્ડ અંકે કરવા માટે પીત્‍ઝા ચેઇને વિશાળ પાઇને એકસાથે મૂકવા માટે કામદારોની એક ટીમની નોંધણી કરી

ન્‍યુયોર્ક,તા. ૨૩ : પીત્‍ઝા હટ્‍સે વિશ્વનો સૌથી મોટો પીત્‍ઝા બનાવીને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મેળવ્‍યું છે. આ રેકોર્ડ અંકે કરવા માટે પીત્‍ઝા ચેઇને વિશાળ પાઇને એકસાથે મૂકવા માટે કામદારોની એક ટીમની નોંધણી કરી, આ માટે ટીમને ૧૩,૬૫૩ પાઉન્‍ડ વજનની લોટની કણક, ૪૯૪૮ પાઉન્‍ડ મીઠી મરિનારા સોસ, ૮૮૦૦ પાઉન્‍ડથી વધુ ચીઝ અને ૬,૩૦,૪૯૬ નિયમિત અને કપ્‍ડ પેપરોનીની જરૂર હતી. છેવટે ૧૩,૯૯૦ ચોરસ ફુટનો મહાકાય પીત્‍ઝા તૈયાર થયો હતો, જેણે વિશ્વના સૌથી મોટા પીત્‍ઝાનો ખિતાબ જીત્‍યો હતો.

આ પીત્‍ઝા તૈયાર કરવા માટે પીત્‍ઝા હટની ટીમે લોસ એન્‍જલસ કન્‍વેન્‍શન સેન્‍ટરના ફલોર પર પીત્‍ઝાની કણકના જુદા-જુદા ટુકડાઓ અસેમ્‍બલ કર્યા તથા ત્‍યાર બાદ એના પર મરિનારા સોસ, ચીઝ અને પેપરોની પાથર્યાં હતાં. પીત્‍ઝાને અવનમાં ગરમ કરવો અસંભવ હોવાથી કંપનીએ પીત્‍ઝાને ઉપરથી ગરમી આપી તેમ જ બેકિંગ માટેના ઉપકરણને પીત્‍ઝાની આસપાસ ફેરવીને એ વ્‍યવસ્‍થિત બેક થાય એ સુનિヘતિ કર્યું.

પીત્‍ઝા સંપૂર્ણપણે તૈયાર થયો ત્‍યારે એમાં પીત્‍ઝાની ૬૮,૦૦૦ સ્‍લાઇસ લગાવવામાં આવી હોવાનું પીત્‍ઝા હટના પ્રમુખ ડેવિડ ગ્રેવ્‍સે જણાવ્‍યું હતું. આ પીત્‍ઝાને વેસ્‍ટ ન કરાતાં લોસ એન્‍જલસ કમ્‍યુનિટીની સ્‍થાનિક ફૂડ બેન્‍કને દાનમાં આપવામાં આવશે.

(12:01 pm IST)