Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ જીવંત ડોગી

ડોગી સ્‍પાઇકની વય ૨૩ વર્ષની છે

ન્‍યુયોર્ક,તા. ૨૩: અમેરિકાના ઓહાયો પ્રાંતના કેમડેન ગામમાં ચવાવા પ્રજાતિના ડોગી સ્‍પાઇકની વય ૨૩ વર્ષની છે તથા વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ડોગીનો રેકોર્ડ તેના નામે છે. સ્‍પાઇકને એની માલિક રીટા કિમબોલે રેસ્‍ક્‍યુ કર્યો ત્‍યારથી એ તેના ફાર્મ પર જ રહે છે. સ્‍પાઇકના લાંબા જીવનનું રહસ્‍ય એની દિનચર્યા મનાય છે. રોજ સવારે સાત વાગ્‍યે ઊઠતો સ્‍પાઇક ભોજનમાં સોસેજ અને ડિનરમાં ચીઝ લે છે, જયારે ટ્રીટ તરીકે એને ડોરિટોસ પસંદ છે.

રોજ સવારે સ્‍પાઇક ખેતરમાં ફરીને ઘોડાઓ અને ગાયની સંભાળ લે છે તથા ક્‍યારેક ટ્રેક્‍ટરની સવારી કરે છે, શનિવારે ગરમ પાણીથી સ્‍નાન કરે છે. સ્‍પાઇક લાકડાં કાપતી વખતે અમારી સાથે રહે છે એમ જણાવતાં રિટા કિમબોલે ઉમેર્યું હતું કે સ્‍પાઇક ગાય, ઘોડા અને બિલાડીઓ સાથે કોઠારની પણ મુલાકાત લે છે. સ્‍પાઇક જયારે ૧૦ વર્ષનો હતો ત્‍યારે સુપરમાર્કેટના કાર પાર્કમાં એને દિવસો સુધી બાંધી રાખેલો જોયા બાદ રીટા કિમબોલે એને રેસ્‍ક્‍યુ કર્યો હતો.

(12:01 pm IST)