Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોંગ્રેસમાં દલિત-આદિવાસી લીડર થશે તૈયાર

મિશન ૨૦૨૪ : અનામત ૫૦ લોકસભા સીટોᅠપર ફોક્‍સ : નેતાઓને જવાબદારી સોંપાઈ

નવી દિલ્‍હી તા. ૨૩ : કોંગ્રેસ તેમનાᅠપરંપરાગત મતના સહારે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં વાપસી કરવા માંગે છે. દલિત વર્ગના મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય અધ્‍યક્ષ બન્‍યા બાદ પક્ષે હવે દલિત અને આદિવાસીઓના માટે અનામત ૨૦ લોકસભા સીટોᅠપર ફોક્‍સ કર્યું છે. તેમાં રાજસ્‍થાનનીᅠ૭, મધ્‍યપ્રદેશનીᅠ૧૦ અને છત્તીસગઢની ૪ સીટો સામેલ છે. કોંગ્રેસ ત્‍યાં લીડરશીપ ડેવલોપમેન્‍ટ મિશન શરૂ કરવા જઈ રહી છે. તેના માટે નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. જો કે આદિવાસી, દલિત, પછાત અને અલ્‍પસંખ્‍યક વર્ગના મતદાતા પરંપરાગત રૂપથી કોંગ્રેસથી દૂર થયા છે.ᅠ

તેના કારણે અનામત સીટો પર પક્ષને હારનો સામનો કરવો પડયો. પક્ષ હવે નવી રણનીતિનીᅠસાથે આ સીટોᅠપર વાપસીની પ્રયત્‍નોમાં લાગી છે. ખડગેએ બીજેપી અને આરએસએસના મનુસ્‍મૃતિની પૂજાનોᅠમામલો ઉઠાવીને આવનારા દિવસોનીᅠરાજકીય તરફ ઇશારો કરી દીધો છે. તેના થોડા સમય બાદ ખડગેએ ૫૦ અનામત સીટો પર લીડર તૈયાર કરવાનો કાર્યક્રમ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

રાજસ્‍થાનમાં અનુસૂચિત જતીᅠમાટે ચાર અને અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સીટ અનામત છે. પરિસીમન બાદ ૨૦૦૯માં બિકાનેર સીટ એસસીᅠઅને દૌસા એસટી માટે અનામત રખાઈ. ત્‍યારથી કોંગ્રેસેᅠઆ બન્ને સીટો પર જીત મેળવી નથી.

મધ્‍યપ્રદેશમાં બીજેપીના ગઢ પર નજર ટકેલી છે. એસસી માટે અનામત ભિંડ, ટીકમગઢ, અને એસટી માટે અનામત ખરગોન તેમજ બેતુલ લોકસભા સીટ બીજેપીનોᅠમજબૂત ગઢ છે.

ત્‍યાં ભાજપે ૨૦૧૪થી પહેલા સતત અનેક ચૂંટણી જીતી છે. જયારેᅠદેવાસ, ઉજ્જૈન, અને એસસી માટે અનામત દેવાસ, ઉજ્જૈન, અને એસટીની શહડોલ, માંડલા તેમજ રતલામ સીટ પર ૨૦૧૪ તથા ૨૦૧૯માં સતત જીત નોંધાય છે.ᅠ

છત્તીસગઢમાં કોંગ્રેસેᅠકદાવર નેતા ઉતાર્યા છે. એસટી માટે અનામત સરગુજ, રાયગઢ, કાંકેર અને એસટી માટે અનામત જાંજગીર-ચાંપાᅠલોકસભા ક્ષેત્ર બીજેપીનો ગઢ બની ચુક્‍યા છે. કોંગ્રેસનેᅠમોદી લહેર પહેલા પણ હારનો સામનો કરવો પડ્‍યો છે.બસ્‍તર એકલી એવી અનામત સીટ છે ત્‍યાં જેના પર કોંગ્રેસેᅠ૨૦૧૯માંᅠજીત મેળવી હતી.

(12:04 pm IST)