Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમેરિકા : ગોળીબારકાંડનો સૂત્રધાર ૭૨ વર્ષીય વૃધ્‍ધ પણ અંતે માર્યો ગયો

૧૦ લોકોની હત્‍યા કરી : ૧૦ને કર્યા ઘાયલ

ન્‍યૂયોર્ક તા. ૨૩ : અમેરિકાના લોસ એન્‍જલસમાં ‘લુનર ન્‍યૂ યર' પર ૧૦ લોકોની હત્‍યા કરનાર અને લગભગ ૧૦ લોકોને ઘાયલ કરનાર શંકાસ્‍પદ હુમલાખોરનું પણ મોત થયું છે. અહેવાલ છે કે વાનમાં ૭૨ વર્ષીય એક વ્‍યક્‍તિ મૃત હાલતમાં મળી આવ્‍યો છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઘેરી લીધા બાદ તેણે પોતાને ગોળી મારી દીધી હતી. મૃતકની ઓળખ હુ કેન ટ્રેન તરીકે થઈ છે. જાહેરખબર શનિવારે મોડી રાત્રે, એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૧૦ અન્‍ય ઘાયલ થયા હતા.

 અમેરિકામાં સામૂહિક હત્‍યાની આ પાંચમી ઘટના છે. લોસ એન્‍જલસ શેરિફ વિભાગના કેપ્‍ટન એન્‍ડ્ર્‌યુ યુમેયરે રવિવારે જણાવ્‍યું હતું કે ઘાયલોને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે ૧૦ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. તેમણે કહ્યું કે જયારે અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા ત્‍યારે લોકો ‘ચીસો પાડતા બહાર ભાગી રહ્યા હતા.' તેમણે કહ્યું કે અધિકારીઓ ‘ડાન્‍સ બોલરૂમ'માં ગયા અને અગ્નિશામકોએ ઘાયલોની સારવાર કરી. મોન્‍ટેરીપાર્કમાં લગભગ ૬૦,૦૦૦ લોકો રહે છે. તે લોસ એન્‍જલસ શહેરથી લગભગ ૧૬ કિલોમીટર દૂર છે. Seung Won Choi, Éõ ‘Clam House Seafood Barbecue’ રેસ્‍ટોરન્‍ટની માલિકી ધરાવે છે જયાં શૂટિંગ થયું હતું. ચોઈએ લોસ એન્‍જલસ ટાઈમ્‍સને જણાવ્‍યું કે ત્રણ માણસો તેની રેસ્‍ટોરન્‍ટમાં આવ્‍યા અને તેને દરવાજો બંધ કરવા કહ્યું.

(1:32 pm IST)