Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હવેથી પરમવીરચક્ર વિજેતાઓના નામથી ઓળખાશે આંદામાન - નિકોબારના ૨૧ ટાપુ

વડાપ્રધાન મોદીના હસ્‍તે કરાયુ નામકરણ : વિક્રમબત્રા, અબ્‍દુલ હમીદ જેવા નામો સામેલ

નવી દિલ્‍હી તા. ૨૩ : પીએમ નરેન્‍દ્રભાઇ મોદીએ વીડિયો કોન્‍ફેરેન્‍સ થકી અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહનાં ૨૧ સૌથી મોટા દ્વીપોનું નામકરણ ૨૧ પરમવીરચક્ર વિજેતાઓનાં નામ પર કરવાનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમની શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતાજી સુભાષ બોઝ દ્વીપ પર બનનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્‍મારકનાં મોડલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્‍ફેરેન્‍સ થકી અંદમાન અને નિકોબારમાં ૨૧ દ્વીપોનું નામકરણ કર્યું.ᅠ

આ દ્વીપોનાં નામ ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્‍યું હતું. આ વીરોમાં વિક્રમ બ્રત્રા, અબ્‍દુલ હમીદ જેવા નામો શામેલ છે.ભ્‍પ્‍ એ પરાક્રમ દિવસનાં અવસર પર અંદમાન-નિકોબારનાં ૨૧ મોટા દ્વીપોનું નામકરણ કર્યું.

કંપની હવલદાર મેજર પીરૂ સિંહ, કેપ્‍ટન જીએસ સલારિયા, લેફિટનેંટ કર્નલ ધાનસિંહ થાપા, સુબેદાર જોગિંદર સિંહ, મેજર શૈતાનસિંહ, કંપની ક્‍વાર્ટર માસ્‍ટર હવલદાર અબ્‍દૂલ હમીદ, લેફિટનેન્‍ટ કર્નલ અર્દેશિર બુર્જોરજી તારાપોર, લાંસ નાયક અલ્‍બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, સેકંડ લેફિટનેન્‍ટ અરૂણ ક્ષેત્રપાળ, ફલાઈંગ ઓફિસર નિર્મલ સિંહ શેખો, મેજર પરમેશ્વરમ, નાયબ સુબેદાર બના સિંહ, કેપ્‍ટન વિક્રમ બત્રા, લેફટેનેન્‍ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર, સુબેદાર મેજર યોગેન્‍દ્ર સિંહ યાદવનાં નામ શામેલ છે.

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર સંસદ ભવનનાં સેન્‍ટ્રલ હોલમાં તેમના ચિત્ર પર પુષ્‍પાંજલિ અર્પિત કરી. લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલા, લોકસભા અને રાજયસભાનાં દળોનાં નેતા અને સાંસદોએ પણ નેતાજીને શ્રદ્ધાંજલિ આપી. સંસદનાં સેન્‍ટ્રલ હોલમાં ૨૩ જાન્‍યુઆરી, ૧૯૭૮ના ભારતનાં તાત્‍કાલિન રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝનાં ચિત્રનું પણ અનાવરણ કર્યું.

(3:29 pm IST)